કેન્દ્ર સરકાર હવે વધુ એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટની દિશામાં આગળ વધી રહી છે. જેના ભાગરૂપે હવે કેટલાક પ્રકારના ઉપયોગી કાર્ડ અને પાસવર્ડને યાદ રાખવા માટેની જરૂર રહેશે નહીં. સરકાર એક બહુઉદ્ધેશ્ય ધરાવનાર કાર્ડ લાવવા માંગે છે. એવા કાર્ડ લાવવા પર કામ ચાલી રહ્યુ છે જેમાં પાસપોર્ટ, આધાર વોટર આઇ કાર્ડ અને બેંક ખાતા તેમજ ડ્રાઇવિંગ લાયસન્સનો સમાવેશ થાય છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે આ સપ્તાહની શરૂઆતમાં કહ્યુ છે કે વર્ષ ૨૦૨૧માં જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવશે ત્યારે મોબાઇલ એપનો ઉપયોગ કરવામાં આવનાર છે. વસ્તી ગણતરીના ડિજિટલ ડેટા હોવાના કારણે અનેક પ્રકારના મુલ્યાંકન માટે તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ સંબંધમાં અમિત શાહે એક બહુઉદ્ધેશ્ય ધરાવનાર કાર્ડ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે ત્યારબાદથી એક નવી પ્રકારની ચર્ચા છેડાઇ ગઇ છે. આજની ચર્ચામાં કેટલાક મુદ્દા પર ચર્ચા કરવા જઇ રહ્યા છે.
પેન અને આધાર કાર્ડ લિન્ક કરવાથી ભ્રષ્ટાચારને રોકવામાં મદદ મળશે. એટલુ જ નહીં ઓળખપત્રને આધાર સાથે લિન્ક કરવાથી બોગસ મતદારોને પણ સરળ રીતે ઓળખી શકાશે. કેન્દ્ર સરકારે આની વાત કરવામાં આવ્યા બાદથી એક નવી ચર્ચા છેડાયેલી છે. અમિત શાહ અને સરકારી લોકોનુ કહેવુ છે કે આના કારણે નાગરિક સુવિધાને વધારે સરળ રીતે ઉપલબ્ધ કરાવી શકાશે. કેટલાક લોકો તો પહેલાથી જ વિરોધમાં ઉતરી ગયા છે. પહેલા આધાર કાર્ડને પણ લઇને આ રીતે વિરોધ થયો હતો. જો કે સુપ્રીમ કોર્ટમાં આવા લોકોને પીછેહટ સાંપડી હતી. કોર્ટે પણ આધાર કાર્ડના લાભને સ્વીકાર કરીને વાત કરી છે. આના મારફતે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના મારફતે ખેડુતોના ખાતામાં બે હજાર રૂપિયા, ઉજ્જવળા યોજનાથી ગેસ કનેક્શન અને આયુષ્માન ભારતના લાભને જોડી દેવામા આવ્યા છે. આયુષ્માન ભારત યોજના હેઠળ કેસલેશ આરોગ્ય વીમા યોજનાનો લાભ મળી રહ્યો છે. આધાર કાર્ડ ન રહ્યા હોત તો આ યોજનાના લાભ મળવાની બાબત મુશ્કેલ રહી હોત. અમિત શાહે આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને જ આજના સમયમાં એક નવી યોજના લાવવા માટેની વાત કરી છે. તેમના કહેવા મુજબ આજના સમયમાં એક વ્યક્તિને અનેક પ્રકારના કાર્ડ રાખવા પડે છે. આધાર કાર્ડ ઉપરાંત મતદાર ઓળખ પત્ર, પેન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ રાખવા પડે છે. ગેસ કનેક્શન કાર્ડ, બેંક ખાતાના કાર્ડ રાખવાની જરૂર હોય છે. આ ઉપરાંત રેશનિંગ કાર્ડ, મનરેગા કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડપણ સામેલ છે.
સામાન્ય રીતે આટલા કાર્ડને દરેક વ્યક્તિ સાચવીને એક થેલીમાં રાખે છે. જો થેલી ગુમ થઇ જાય તો મોટી આફત આવી જાય છે. હવે આ તમામ કાર્ડની સુવિધા એક જ કાર્ડમાં મળી જશે તે પ્રકારનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આના કારણે સુવિધા વધારે થનાર છે. આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના તમામ કાર્ડની સુવિધા એક કાર્ડમાં મળી જવાથી કેટલાક કાર્ડને એક સાથે લઇે ચાલવાની બાબતમાંથી મુક્તિ મળી જશે. સાથે સાથે તમામના નંબર યાદ રાખવાના ઝંઝટમાંથી પણ મુક્તિ મળી જશે. તમામ લોકો સારી રીતે જાણે છે કે પેન અને આધાર કાર્ડ લિન્ક કરવાથી બે પેનકાર્ડ રાખવા માટેની ગેરકાયદે પ્રવૃતિ રોકાઇ જશે. એટલુ જ નહીં મતદાર ઓળખ પત્ર આધાર સાથે જોડી દેવાના કારણે બોગસ મતદારોની ઓળખ સરળ બની જશે.
સરકાર તરફથી એવી દલીલ પણ કરવામાં આવી રહી છે કે હાલના સમયમાં કેટલાક લોકો તો તેમના સંપૂર્ણ સમયને પોતાના પ્રોફાઇલ જાળવી રાખવામાં જાય છે. કેટલાક લોકો તો પોતાની ઇચ્છાથી પૂર્ણ વ્યક્તિગત ડેટાને પોતાની ઇચ્છા સાથે ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર મુકી રહ્યા છે. ત્યારબાદ સરકારના સુરક્ષિત ડેટા હેઠળ રહે છે. સરકાર બિલકુલ સાફ શબ્દોમાં કહી ચુકી છે કે લોકોના ડેટા સુરક્ષિત દેશમાં આધારના ડેટા લીક થવાના કોઇ મામલા સપાટી પર આવ્યા નથી. અમિત શાહે કહ્યુ છે કે બહુઉદ્ધેશ્યી કાર્ડને લઇને વિચારણા ચાલી રહી છે. તેમનુ કહેવુ છે કે હાલમાં કોઇ યોજના નથી પરંતુ જો આ દિશામાં સરકાર આગળ વધશે તો તમામ પાસા પર પહેલા ધ્યાન આપવામાં આવનાર છે. જો કે વિરોધીઓ દ્વારા લોકોમાં ભય ફેલાવવાની શરૂઆત કરી દીધી છે. આધાર કાર્ડને લઇને કઠોર નિયમો બનાવી દેવામા આવ્યા છે. જો કોર્પોરેટ સહિત અન્ય કોઇ સંસ્થા આધારના ડેટાનો ઉપયોગ કરે છે તો તેમાં કાનુનમાં ત્રણથી સાત વર્ષ સુધીની જેલની જોગવાઇ કરાઇ છે.