વર્ષ ૨૦૩૦ સુધી ભારતે પોતાની કાર્બન ઉત્સર્જનની ગતિને ૨૦૦૫ની તુલનામાં ૩૩-૩૬ ટકા સુધી ઘટાડી દેવા માટેની યોજના તૈયાર કરી છે. આ ઉપરાંત યુએનઇપીના ઉત્સર્જન અંતર સંબંધિત રિપોર્ટ પણ અમેરિકાના આરોપોને તો રદિયો આપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જી-૨૦ દેશોમાંથી જે ઉત્સર્જનના મોટા ભાગના હિસ્સા માટે જવાબદાર છે તેમાં માત્ર યુરોપિન યુનિયન, ભારત અને ચીન દ્વારા જ લક્ષ્યાંક મુજબ આગેકુચ કરી છે. વાસ્તવિકતા તો એ છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે વચન ચૂંટણી વેળા આપ્યા હતા તે પાળી રહ્યા નથી.
ચૂંટણી એજન્ડામાં અમેરિકાએ પેરિસ જળવાયુ સમજુતીથી અલગ કરવા માટેનો મુદ્દો ઉઠાવ્યો હતો. આવી સ્થિતીમાં તેમના પગલાને ચૂંટણી વચન પૂર્ણ કરવાની દિશામાં એેક મોટા પગલા તરીકે પણ જોવામાં આવે છે. પરિવર્તનના ખતરાથી બચવા અને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનને ચોક્કસ સમય મર્યાદામાં જાળવી રાખવા માટે વર્ષ ૧૯૯૨માં રિયો ડી જનેરિયોમાં પૃથ્વી સંમેલનોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
ભારત કાર્બન ઉત્સર્જનના પ્રમાણમાં ઉલ્લેખનીય ઘટાડો કરવા માટે તૈયાર છે. આના માટે આક્રમક નીતિ પર કામ થઇ રહ્યુ છે. ભારતની જળવાયુ પરિવર્તનને લઇને કરવામાં આવી રહેલી કામગીરી તમામ માટે આદર્શ દાખલા તરીકે છે. બીજી બાજુ અમેરિકા સહિતના દેશો નિયમોની સતત અવગણના કરી રહ્યા છે.