દાહોદના સોપાઈ નજીક કારને અકસ્માત, બે મિત્રોનાં મોત, ત્રણ ઘાયલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દાહોદના સોપાઈ નજીક અકસ્માત સર્જાતા બે યુવકોના મોત નિપજ્યા છે. પાંચ મિત્રો જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન દાહોદના સોપાઈ નજીક કારને અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન કારમાં સવારમાં બે મિત્રો મોતને ભેટ્યા હતા. જ્યારે ૩ યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પાંચેય મિત્રો જન્મદિવસની પાર્ટીની ઉજવણી કરવા માટે ગયા હતા. જ્યાથી પરત ફરવા દરમિયાન અકસ્માતની ઘટના સર્જાઈ હતી. પાંચેય મિત્રો ઝાલોદના હતા અને તેઓ પાર્ટી માટે સાથે કાર લઈને ગયા હતા.ઘટનામાં ૨ વ્યક્તિઓના મોત નિપજ્યા છે અને જેને લઈ સ્થાનિક પોલીસે હવે અકસ્માતની તપાસ શરુ કરી છે. અકસ્માતના કારણને જાણવા માટે પોલીસ દ્વારા વાહનવ્યવહાર નિરીક્ષકનો અભિપ્રાય મેળવવામાં આવશે અને અકસ્માતનુ સ્પષ્ટ કારણ જાણવામાં આવશે. હાલતો પોલીસે અકસ્માત અગે ગુનો નોંધીને તપાસ કાર્યવાહી શરુ કરી છે.

Share This Article