એમએસએમઈ ક્રેડિટ અને હાઉસિંગ ફાઇનાન્સ પર કેન્દ્રિત અગ્રણી એનબીએફસી કેપ્રિ લોન્સ દ્વારા રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી – એનસીઆર, હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 100 + શાખા સાથે તેના ગોલ્ડ લોન વેપારની કામગીરી શરૂ કરવામાં આવી છે. સોનાના દાગીનાને શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરવા માટે, આ ગોલ્ડ લોન શાખાઓ AI- પાવર્ડ સિક્યુરિટી વોલ્ટ્સથી સમૃદ્ધ છે. કંપનીનું લક્ષ્ય ઉત્તરીય અને પશ્ચિમી ભારતમાં નાણાકીય વર્ષ 2023ના પ્રથમ અર્ધવાર્ષિક સુધી AI- પાવર્ડ સિક્યુરિટી વોલ્ટ્સ સાથે 200 ગોલ્ડ લોન શાખાઓ શરૂ કરવાનું છે.
શાખામાં ટેકનોલોજીના અમલીકરણથી કેપ્રિ લોન્સ ઝડપી, પારદર્શક અને ઝંઝટમુક્ત રીતે ગોલ્ડ લોન ફાઇનાન્સિંગ કરી શકશે. આ શાખાઓ ઘણા બધા પુનઃચુકવણી વિકલ્પો સાથે 6 થી 12 મહિના સુધીની મુદત માટે ગોલ્ડ લોન્સ ઓફર કરશે. કેપ્રિ લોન્સ સ્પર્ધાત્મક વ્યાજ દરે કુલ ગિરવે મૂકેલા સોનાના 75 ટકા સુધી લોન પૂરી પાડશે. ઉપરાંત કંપની સોનાની વસ્તુઓના ગિરવે મૂકેલા મૂલ્યની સમકક્ષ પૂરક વીમો પણ ઓફર કરે છે.
કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર રાજેશ શર્માએ જણાવ્યું હતું કે, “અમે ગોલ્ડ લોન બજારમાં ભરપૂર અવકાશ જોઈ રહ્યા છે ત્યારે ટેકનોલોજી આધારિત ગોલ્ડ લોનનો આગામી પ્રવાસ કરવા માટે રોમાંચિક છીએ. મહામારીને લીધે નાણાકીય તાણને લીધે નીચલી થી મધ્યમ આવકના પરિવારોમાં ધિરાણ માટે માગણી વધી છે. સોના સાથે સંકળાયેલા ભાવનાત્મક મૂલ્યને લીધે લોકો તેમનું સોનું વેચવાને બદલે કોલેટરલ તરીકે ગિરવે મૂકે છે અને ટૂંકા ગાળાની લોન લઈને સોનું સંરક્ષિત રાખવાનું પસંદ કરે છે. આ પ્રવાહ દેશના ગ્રામીણ અને અર્ધશહેરી ભાગોમાં વ્યાપક જોવા મળે છે. અમારી ગોલ્ડ લોન પ્રોડક્ટ થકી અમે અમારા ગ્રાહકોને નાણાકીય કટોકટીઓ સિવાયની તેમની વિવિધ જરૂરતોને પહોંચી વળવા માટે તેમની સંરક્ષિત એસેટ્સ અને ફાઇનાન્સનો લાભ લેવા સશક્ત બનાવીએ છીએ. અમને દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોનાં ટિયર 3, 4 અને 5 શહેરો પર વધુ આશા છે. અમે આગામી પાંચ વર્ષમાં રૂ. 8000 કરોડનો ગોલ્ડ લોન બુક આકાર નિર્માણ કરવાનું અને અમારું નેટવર્ક 1500 શાખા સ્થળો સુધી લઈ જવાનું ધ્યેય રાખ્યું છે. “
“કેપ્રિમાં અમે નવા યુગના ઋણદારો માટે ટેકનોલોજી પ્રેરિત એનબીએફસી બનવા સતત ઉત્ક્રાંતિ કરીએ છીએ. અમે માનીએ છીએ કે ધિરાણ સમાવેશકતા થકી આર્થિક વૃદ્ધિના નવા ચીલાનો આગામી તબક્કો હાંસલ કરી શકાય છે. અમારી નાવીન્યપૂર્ણ પ્રોડક્ટો, ગુણવત્તાયુક્ત સેવાઓ અને બજારનું જ્ઞાન સમાવેશકતાના આ વિચારને સક્ષમ બનાવવાના અમારા પ્રયાસમાં કવચરૂપ છે, ” એમ તેમણે ઉમેર્યું હતું.
કેપ્રિ ગ્લોબલ કેપિટલ લિ.ના ગોલ્ડ લોનના બિઝનેસ હેડ રવિશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અસંગઠિત ક્ષેત્ર ઋણદારોની બે મુખ્ય ચિંતાઓને લીધે ભારતમાં ગોલ્ડ લોન વેપાર પર વર્ચસ્વ જમાવીને છે. આ ચિંતાઓમાં અજ્ઞાતો પાસે તેમની અસ્કયામતોની સલામતી અને સોનું ગિરવે મૂકવા માટે ભરોસાનો અભાવ છે. કેપ્રિ ગોલ્ડ લોન શાખાઓ ઋણદારોની અસ્કયામતો માટે સુરક્ષાની ચિંતાઓ દૂર કરવા માટે AI- પાવર્ડ સિક્યુરિટી વોલ્ટ્સથી સમદ્ધ છે. ઉપરાંત અમારો 100 ટકા મફત વીમો સોનાના ગિરવે મૂકેલા મૂલ્યની સમકક્ષ છે, જે ઋણદારને તેમની અસ્કયામતની સલામતી વિશે ચિંતામુક્ત બનાવે છે. દરેક ગ્રાહક માટે અમારા સમર્પિત રિલેશનશિપ મેનેજર પારદર્શક રીતે ચર્ચા કરવા અને જૂના નાણાં ધિરાણદારો અથવા ઝવેરીઓ પર તેઓ અગાઉ આધાર રાખતા હતા તેમને માટે ઇચ્છનીય સલાહ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. અમારા સ્પર્ધાત્મક વ્યાજ દરો અને પારદર્શક ચુકવણીના વિકલ્પો વ્યાજના ઉચ્ચ એકત્રિત દરમાંથી અમારા ગ્રાહકોનું રક્ષણ કરશે. આમ, અમારી કામગીરી કરીએ તે બજારોમાં અમને વધારાનો લાભ મળે છે. અમને વિશ્વાસ છે કે અમારી આકર્ષક ગોલ્ડ લોન પ્રોડક્ટ ઉત્તરીય અને પશ્ચિમી ભૂગોળોમાં પહોંચવામાં અને આગામી પાંચ વર્ષમાં અમારું વેપાર લક્ષ્ય હાંસલ કરવામાં અમને મદદરૂપ થશે. “