કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એશ્વર્યા અને આરાધ્યા…

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

એશ્વર્યા રાય હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને લઇને ચર્ચામાં હતી. હાલમાં જ તેણે પોતાનું ઓફિશીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ક્રિએટ કર્યુ છે. ત્યારબાદ તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દીકરી આરાધ્યા સાથે પહોંચી છે. દિપીકા પાદુકોણ અને કંગના બાદ હવે એશ્વર્યાએ પોતાના કાન્સ લૂક દ્વારા બધાને ચોંકાવી દીધા છે.

એશ્વર્યા પોતાની 6 વર્ષની દીકરીને લઇને જ્યારે પહોંચી ત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આરાધ્યા પણ માતાની જેમ સુંદર લાગી રહી હતી. બંનેએ એક બીજાને કિસ કરતો પોઝ આપ્યો હતો. દરેક લોકો એશ્વર્યાને એક માતા તરીકે આટલી પ્રેમાળ જોઇને ખુશ થઇ ગયા હતા. એશ્વર્યાએ વાઇટ કલરનો ડિઝાઇનર ડ્રેસ પહેર્યા હતો અને દીકરીએ પણ તે જ કલરનો ડ્રેસ પહોર્યા હતો.

એશ્વર્યા અને અભિષેકના લગ્ન બાદ તે સરબજીત દ્વારા મોટા પરદે પાછી ફરી હતી પરંતુ ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ કાંઇ ઉકાળી શકી નહોતી. બાદમાં તે દીકરીની સાર સંભાળમાં વ્યસ્ત થઇ ગઇ હતી. આરાધ્યાને સાથે તે કાન્સ 2018માં તે ખુબ ખુશ દેખાઇ રહી છે.

 

Share This Article