નવાઝુદ્દીન સિદ્દીકીએ તેમની ટૂંકા ગાળાની બોલિવૂડ સફરમાં એક અલગ જ સ્થાન હાસલ કર્યું છે. નવાઝ અગાઉ આઠ વાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો હિસ્સો બની ચૂક્યા છે, પરંતુ આ વર્ષે કાન્સમાં તેની એન્ટ્રી ખાસ છે. ભારત સરકારના પ્રતિનિધિ તરીકે અન્ય દિગ્ગ્જ કલાકારો સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચેલ નવાઝની આ નવમી મુલાકાત છે અને ૧૯ મેના રોજ તેમની બર્થ ડે પણ છે.
નવાઝે કાન્સ પહોંચવાની ખુશી જાહેર કરતા કહ્યું હતું કે, મારી બર્થ ડે હોય કે બીજાે કોઈ દિવસ હોય મને ફરક નથી પડતો અને અત્યાર સુધી કાન્સમાં હાજરી આપતા સમયે મારી ૫-૬ બર્થ ડે આવી ચૂકી છે પણ હું બર્થ ડે સેલિબ્રેટ કરવામાં નથી માનતો પરંતુ, ભારતનું પ્રિતિનિધિત્વ કરવું મારા માટે ખરેખર સ્પેશિયલ છે. ‘ગેંગ ઓફ વાસેપુર’ એક્ટરે જણાવ્યું હતું કે, મેં જયારે કરિયરની શરૂઆત કરી ત્યારે કોઈ દિવસ વિચાર્યું નહોતું કે હું એક દિવસ કાન્સનો હિસ્સો બનીશ.
આ સિનેમા જગતનું ‘મક્કા’ છે. અહીં બોક્સ ઓફિસ કલેક્શનનો કોઈ ઉલ્લેખ નથી થતો, ચારે તરફ ફક્ત સારી ફિલ્મોની વાતો થાય છે. આપણે દેશમાં જયારે કલેક્શન સામે જાેઈને ફિલ્મોની પસંદગી કરીએ છીએ ત્યારે અહીં તેની કોઈ ચર્ચા જ નથી. તેમણે ઉમેર્યું હતું કે, આપણી ફિલ્મોને વિદેશમાં સન્માન મળે છે ત્યારે પણ દર્શકો ફિલ્મ કે એક્ટરના પરફોર્મન્સને નોટિસ નથી કરતા અને પૂરતી સિનેમા સ્ક્રીન્સ નથી મળતી. મારી એક આગામી ફિલ્મ ‘નો લેન્ડ્સ મેન’ આવી રહી છે.
જે સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં સિલેક્ટ થઈ છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, તેના રાઈટ્સ ખરીદવા માટે કોઈ ઓટીટી પ્લેટફોર્મ તૈયાર નથી. જે મારા માટે ખૂબ જ દુઃખની વાત છે.