કેન્સર બિમારીનુ નામ આવતાની સાથે જ લોકો લાઇફને લઇને ઉદાસીન થઇ જાય છે. તેમની હિમ્મત અને જુસ્સાનો અંત આવી જાય છે. ખુબ ઓછા લોકોને આ બિમારને લઇને પુરતી માહિતી છે. મોટા ભાગના લોકો આ બિમારના નામથી જ ભયભીત થઇ જાય છે. બિમારીને લઇને વધારે જાગૃતિ જગાવવા માટે દર વર્ષે ચોથી ફેબ્રુઆરના દિવસે કેન્સર ડેની ઉજવણી કરવામાં આવે છે. જે દિવસે કેન્સરના સંબંધમાં તબીબો અને જુદી જુદી સંસ્થાઓ માહિતી આપે છે. આ વખતે થીમ જે રાખવામાં આવી છે તે આઇએમ એન્ડ આઇ વિલનો સમાવેશ થાય છે.આનો ઉદ્ધેશ્ય લોકોના મનમાં બેસી ગયેલા ભયને દુર કરવા માટેનો રહેલો છે. સાથે સાથે કેન્સર સામે જંગ જીતવા માટે તેમને જુસ્સો આપવાનો હેતુ છે. કેન્સર ડે પર જુદા જુદા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. આંકડા પર નજર કરવામાં આવે તો તમામ લોકો ચોંકી ઉઠે તેવી સ્થિતી છે.
આંકડા દર્શાવે છે કે ભારતમાં કેન્સરના ૨૫ લાખ રોગ છે. ભારતમાં બીજી સૌથી મોટી જીવલેણ બિમારી છે. આંકડા એમ પણ દર્શાવે છે કે ૩૦ ટકા દર્દી ઓપલ કેન્સર અથવા તો મોના કેન્સરથી ગ્રસ્ત છે. જ્યારે ૨૨ ટકા કેન્સરથી થતા મોત માટે કારણમાં તમાકુ મુખ્ય કારણ તરીકે છે. આંકડા એમ પણ દર્શાવે છે કે ૧૦ લાખ નવા કેસ દર વર્ષે ભારતમાં સપાટી પર આવે છે. જેમને રોકી શકાય છે. આંકડા એમ પણ દર્શાવે છે કે ૩૩૦૦૦ મોત માત્ર સર્વાઇકલ કેન્સરના કારણે થાય છે. આંકડા એમ પણ દર્શાવે છે કે પાંચથી દસ ટકા કેસો વંશાનુગત અને જન્સમાં ફેરફારના કારણે પણ થાય છે. જુદા જુદા પ્રકારના કેન્સરો હોય છે. જેમાં બ્લડ કેન્સર, બોન કેન્સર, બ્રેસ્ટ કેન્સર, દિમાગના કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, કોલોન કેન્સર, ફેફસાના કેન્સર અને મોના કેન્સરનો સમાવેશ થાય છે. કોલોન કેન્સરના દર્દીઓ પણ ખુબ મોટી સંખ્યામાં રહે છે. લાંબા સમય સુધી પિડા, પેટ ભરાયેલુ છે તે પ્રકારે લાગવા જેવા લક્ષણ હોય છે. શ્વાસ લેતી વેળા છાતિમાં દુખાવો કોઇ કારણ વગર વજનમાં ઘટાડો જેવા લક્ષણ કેન્સરના હોય છે.
આવ સ્થિતી હોય તો તરત તબીબોનો સંપર્ક કરવામાં આવે તે જરૂરી છે. જંક ફુડ, રેડ મિટ જેવા કારણ રહેલા છે. મોના કેન્સર પર સૌથી વધારે જાવા મળે છે. પુરૂષોમાં આ કેન્સર સૌથી વધારે છે. કેન્સર સામે લડવામાં તમામ દર્દીને હિમ્મત આપવામાં આવે તે જરૂરી છે. કેન્સર આધુનિક સમયમાં નવી નવી ટેકનોલોજીના કારણે ઠીક થઇ શકે છે. ગંભીર બિમારીથી ગ્રસ્ત દર્દીઓને સાઇકોથેરાપી આપવામાં આવે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કસરત કેન્સરના દર્દીઓની લાઇફની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બે જુદા જુદા કોચરાન સિસ્ટેમેટિક રિવ્યુમાં આ બાબતને સમર્થન મળ્યું છે કે વોકિંગ અને સાઇકલીંગ જેવી પ્રવૃત્તિ કેન્સરની સારવાર લઈ ચૂકેલા લોકોને રાહત આપે છે. તેમની લાઇફ ગુણવત્તાને સુધારવામાં પણ મદદરૂપ બને છે. હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જુદા જુદા કેન્સરથી પીડાતા લોકોને હળવી કસરત કરવાની સલાહ આપવામાં આવે છે.
સાઇકોલોજીકલ અને સોશિયલ ઇફેક્ટ ઉપર પણ તેની અસર થાય છે. સારવાર સાથે સંબંધિત લક્ષણો સ્પષ્ટપણે દેખાઈ આવે છે. કેન્સરની સારવાર અને બચી જવાની તકોમાં પણ કસરતના કારણે સુધારો થાય છે. વ્યÂક્તની લાઇફ ગુણવત્તા આના લીધે સુધરે છે. અભ્યાસના ભાગરૂપે ૬૬ ટ્રાયલ ઉપર કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. કેન્સરના જુદા જુદા સ્વરૂપ માટે સારવારમાંથી પસાર થઈ ચૂકેલા ૪૮૨૬ લોકોને આવરી લઈને અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્તન અને પ્રોસ્ટેટ કેન્સર સહિતના રોગોમાં હળવી કસરત મદદરૂપ બની શકે છે. બીજા તબક્કા દરમિયાન ૪૦ ટ્રાયલ ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું જેમાં કેન્સરની સારવાર લઈ ચૂકેલા ૩૬૯૪ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. વોકિંગ, સાઇકલીંગ, યોગા સહિત કસરતના કાર્યક્રમોને ધ્યાનમાં લેવાયા હતા. અભ્યાસના પરિણામ દર્શાવે છે કે કસરત આરોગ્ય સંબંધિત લાઇફની ગુણવત્તા સુધારે છે.કેન્સરના દર્દીઓને હિમ્મત અને જુસ્સો વધારી દેવાના સતત પ્રયાસો જરૂરી છે.