કેન્સરની ૪૨ દવાની કિંમતો ૮૫ ટકા ઘટી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી : કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર છે. કારણ કે કેન્સરની ૪૨ નોન શેડ્યુલ દવાઓની કિંમતોમાં ૮૫ ટકા સુધીનો ઘટાડો થઇ ગયો છે. સરકારે આ દવાઓને પ્રાઇઝ કન્ટ્રોલ હેઠળ  લાવવાનો નિર્ણય કર્યો છે. સરકારે આના માટે ટ્રેડ માર્જિન ૩૦ ટકા સુધી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ આ દવાઓ ૮૫ ટકા સુધી સસ્તી થઇ જશે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મા દ્વારા આના માટે એક નોટિફિકેશન પણ જારી કરવામાં આવ્યું છે. ૧૦૫ બ્રાન્ડની એમઆરપી ૮૫ ટકા સુધી ઘટી જશે. કેન્સરની સારવારમાં હાલમાં ઉપયોગ કરવામાં આવતી ૫૭ શેડ્યુલ દવાઓ પ્રાઇઝ કન્ટ્રોલ હેઠળ આવે છે. હવે એમઆરપી ઉપર ટ્રેડ માર્જિનને ૩૦ ટકા સુધી મર્યાદિત કરવા માટે કેન્સરની સારવારમાં ઉપયોગ થતી ૪૨ દવાઓની પસંદગી કરવામાં આવી છે જેથી કિંમતો ઘટી જશે.

Share This Article