મુંબઈ : કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ કંપની લિમિટેડ (‘‘કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ’’) દ્વારા જીઆઈસીએચએફના હોમ લોનના ગ્રાહકોને બહેતર નાણાકીય સલામતી સમાધાન પૂરા પાડવા માટે જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ (‘‘જીઆઈસીએચએફ’’) સાથે વ્યૂહાત્મક વિતરણ ભાગીદારી કરવામાં આવી છે. આ ભાગીદારી થકી કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ વ્યાપક ક્રેડિટ લાઈફ ઈન્શ્યુરન્સ પ્લાન ‘ગ્રુપ એસેટ સિક્યોર’ પ્રોડક્ટ ઓફર કરશે, જે અણદેખીતા સંજોગોની ઘટનાઓમાં લોનની લાયેબિલિટીઓ સામે ઋણદારો અને તેમના પરિવારોનું રક્ષણ કરવા માટે તૈયાર કરાઈ છે.
આ ભાગીદારીનું લક્ષ્ય ઘર વસાવવાના ભારતના હેતુ અને મહત્ત્વાકાંક્ષાને ટેકો આપવાનું અને અભિમુખ બનાવવાનું છે. જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સના ડાઈવર્સિફાઈડ ગ્રાહક વર્ગ સાથે જોડાણ કંપનીના ગ્રાહકો માટે સુચારુ નાણાકીય રક્ષણની જોગવાઈ ઉજાગર કરશે. હોમ લોન પ્રક્રિયામાં મજબૂત વીમા સમાધાન જોડીને કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ અને જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ ગ્રાહકલક્ષી નાણાકીય સમાધાન પ્રત્યે પોતાની સમાન કટિબદ્ધતા પર ભાર આપે છે.
જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી સચિંદ્ર સાળવીએ જણાવ્યું હતું કે, “નાણાકીય સલામતી એ જવાબદાર ધિરાણનું મહત્ત્વપૂર્ણ ઘટક છે. ભારતમાં ઘર વસાવવા ઈચ્છુકો માટે તેમની લાંબા ગાળાની સુખાકારીની સુરક્ષા કરતા સમાધાનને પહોંચ ધરાવવાનું ઋણદારો માટે મહત્ત્વપૂર્ણ છે. કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ સાથે અમારી ભાગીદારી લોન ઓફર કરવા સાથે આત્મવિશ્વાસ સાથે તેમનું ભવિષ્ય નિર્માણ કરવા ગ્રાહકોને મદદરૂપ થશે એવું અમે માનીએ છીએ કે વ્યાપક, નાણાકીય સમાધાન પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતા પર ભાર આપે છે.’’
કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સના આલ્ટરનેટ ચેનલ્સ અને ચીફ માર્કેટિંગ ઓફિસર ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર શ્રી રિશી માથુરે જણાવ્યું હતું કે, “અમે હોમ લોન ઋણદારો માટે અમારી નાણાકીય સલામતીની પ્રોડક્ટો જોડવા જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ સાથે ભાગીદારી કરવા માટે ભારે રોમાંચિત છીએ. કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સમાં અમે અમારા ગ્રાહકો માટે નાણાકીય સ્થિતિસ્થાપકતા નિર્માણ કરવામાં માનીએ છીએ અને આ ભાગીદારી યોગ્ય દિશામાં મોટું પગલું છે, જે વહાલાજનને ગુમાવવા પર સંભવિત નાણાકીય અનિશ્ચિતતા સામે જીઆઈસીએચએફ ઋણધાર પરિવારોને સંરક્ષિત રાખે છે. અમે હાઉસિંગ લોન બજારમાં આવા નાવીન્યપૂર્ણ સમાધાન લાવવા માટે કટિબદ્ધ છીએ.’’
જીઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડના માર્કેટિંગ અને સેલ્સના હેડ શ્રી એસ. અચુત રામા મૂર્તિએ ઉમેર્યું હતું કે, “કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ સાથે ભાગીદારી કરીને અમે એ ખાતરી રાખી રહ્યા છીએ કે ઋણદારો વિશ્વાસ સાથે તેમનું ઘર વસાવવાનું સપનું સાકાર કરી શકશે કે પડકારજનક સંજોગોમાં પણ તેમનું નાણાકીય ભવિષ્ય સુરક્ષિત રહેશે.’’
આ વ્યૂહાત્મક ભાગીદારી લોન ઓફર સાથે નાણાકીય સુરક્ષાના મહત્ત્વને અધોરેખિત કરે છે. જીઆઈસી એચએફસીની મજબૂત ધિરાણ નિપુણતાને કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સના ગ્રાહકલક્ષી સમાધાન સાથે જોડીને આ જોડાણ ઋણદારો માટે વધુ સ્થિતિસ્થાપક અને નાણાકીય રીતેસ સંરક્ષિત ઈકોસિસ્ટમ નિર્માણ કરવા માટે સુસજ્જ છે.