નવી દિલ્હી: કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ લિમિટેડ (‘‘કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ’’) દ્વારા તેના ગ્રાહકોને સંપત્તિ નિર્માણ અને જીવન રક્ષણનું સંમિશ્રણ પૂરું પાડવા માટે તૈયાર કરાયેલો યુનિટ લિંક્ડ વ્યક્તિગત સેવિંગ્સ લાઈફ ઈન્શ્યુરન્સ પ્લાન પ્રોમિસ4ગ્રોથ પ્લસ રજૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ વ્યાપક યોજના લાંબા ગાળાની સંપત્તિ નિર્મિતી સાથે તેમના પરિવારના ભવિષ્યનું રક્ષણ કરવાના લક્ષ્ય ધરાવતા નાગરિકો માટે તૈયાર કરાઈ છે. રક્ષણ અને વૃદ્ધિની તકો પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે પ્રોમિસ4ગ્રોથપ્લસ ગ્રાહકોને તેમનાં અજોડ નાણાકીય લક્ષ્યોને પહોંચી વળવા માટે તેમની યોજના કસ્ટમાઈઝ કરવાની સાનુકૂળતા પ્રદાન કરે છે અને સશક્ત બનાવે છે.
પ્રોમિસ4ગ્રોથપ્લસ પ્લાન ત્રણ અજોડ વિકલ્પ પ્રદાન કરે છે, જે દરેક વિવિધ જીવનના તબક્કા અને નાણાકીય આકાંક્ષાઓને પહોંચી વળવા માટે તૈયાર કરાયો છે. આ વિકલ્પોમાં વ્યાપક જીવન રક્ષણ અને વિવિધ પ્રકારના લાભો, જેમ કે, પ્રીમિયમ ફાળવણી શુલ્ક નહીં, પોલિસી વહીવટ શુલ્ક નહીં, પ્રીમિયમ ફન્ડિંગ લાભ અને ઉત્તમ પ્રવાહિતા માટે ઘણા બધા ઉપાડના વિકલ્પોનો સમાવેશ થાય છે. તેના હાર્દમાં સાનુકૂળતા સાથે યોજના ગ્રાહકોને 12 ફંડ્સ અને ઘણા બધા પોર્ટફોલિયો વ્યવસ્થાપન વિકલ્પમાંથી પસંદગી કરવા અભિમુખ બનાવે છે,સ જેથી તેમની રોકાણ અગ્રતા અનુસાર વળતરો મહત્તમ બનાવી શકે.
રોકાણકાર બચતો, બાળકનું ભવિષ્ય સંરક્ષિત રાખવા અથવા વારસો નિર્માણ કરવા કેન્દ્રિત હોય, પ્રોમિસ4ગ્રોથ પ્લસ મર્યાદિત અને નિયમિત પ્રીમિયમ ચુકવણી વિકલ્પો પૂરા પાડે છે, જેથી યોજના દરેક વ્યક્તિગતની જરૂરતોને અનુકૂળ બને તેની ખાતરી રાખે છે. ઉપરાંત પોલિસીધારક ચૂકવેલાં પ્રીમિયમો પર કર લાભો માણી શકે છે, જે લાંબા ગાળાના નાણાકીય નિયોજન માટે તેને બહુમુખી સમધાન બનાવે છે.
યોજનાના વિકલ્પોઃ
પ્રોમિસ4વેલ્થ પ્લસ મેચ્યુરિટી સમયે સંચયિત ફંડ મૂલ્ય અને જીવન રક્ષણ આપે છે. વીમિતના મૃત્યુના કિસ્સામાં લાભ વીમિત રકમથી ઉચ્ચ હોય (તેમાંથી ઉપાડ ઓછો કરાય છે), મૃત્યુના દાવા સમયે ફંડ મૂલ્ય અથવા ચૂકવેલા પ્રીમિયમના 105 ટકા એમ લાભ આપે છે.
પ્રોમિસ4કેર પ્લસ ‘પ્રીમિયમ ફન્ડિંગ બેનિફિટ’ થકી એકધારી બચતની ખાતરી રાખે છે અને નિર્ભરનું ભવિષ્ય સંરક્ષિત રાખે છે. વીમિતના મૃત્યુના સંજોગોમાં એકસામટી રકમનો લાભ સાથે પોલિસીની મુદતના અંત સુધી માસિક આવક ચૂકવવામાં આવે છે, જે મહત્તમ 120 મહિનાને આધીન છે.
પ્રોમિસ4લાઈફ પ્લસ 100 વર્ષની ઉંમર સુધી જીવન રક્ષણ પૂરું પાડે છે, જે વહાલાજનો માટે વારસો નિર્માણ કરે છે. વીમિતના મૃત્યુના સંજોગોમાં લાભ પેઈડ-અપ વીમિત રકમ (ઉપાડ ઓછો કરાય છે)ની ઉચ્ચ હોય છે, મૃત્યુ દાવા સમયે ફંડ મૂલ્ય અથવા ચૂકવેલા પ્રીમિયમના 105 ટકા ચૂકવવામાં આવે છે.
કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સના આલ્ટરનેટ ચેનલ્સ અને ચીફ માર્કેટિંગ ઓફિસરના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર રિશી માથુરે આ ઘોષણા પર બોલતાં જણાવ્યું હતું કે, “અમે સમજીએ છીએ કે આધુનિક ગ્રાહકોની નાણાકીય જરૂરતો અજોડ હોય છે અને ભવિષ્ય અનિશ્ચિત હોઈ શકે છે. પ્રોમિસ4ગ્રોથ પ્લસ સાથે અમે એવું સમાધાન નિર્માણ કર્યું છે, જે સંપત્તિ નિર્મિતી અને જીવન રક્ષણને સહજ રીતે સંમિશ્રિત કરીને જીવન રક્ષણને લાંબા ગાળાના મૂલ્ય સાથે જોડે છે. આ યોજના નાગરિકોનાં વિવિધ નાણાકીય લક્ષ્યો અપનાવવા માટે તૈયાર કરાઈ છે, જે સુરક્ષા કવચ તેમ જ ટકાઉ સમૃદ્ધિનો માર્ગ આપે છે. તે બચત અને વૃદ્ધિ વચ્ચે ઉત્તમ સંતુલન છે, જે આજે મનની શાંતિ અને આવતીકાલે નાણાકીય સલામતીની ખાતરી રાખે છે.’’
બંને ઓનલાઈન ચેનલો થકી ઉપલબ્ધ પ્રોમિસ4ગ્રોથ પ્લસ વ્યાપક ગર્શકો સુધી પહોંચક્ષમતાની ખાતરી રાખીને ગ્રાહકોનાં નાણાકીય લક્ષ્યો સાથે ઉત્ક્રાંતિ પામતા ગતિશીલ, નાવીન્યપૂર્ણ સમાધાન પ્રદાન કરવાની કેમેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સની કટિબદ્ધતા પર ભાર આપે છે.