કેનેરા HSBC લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા “ગેરંટેડ ફોર્ચ્યુન પ્લાન” લોન્ચ કરવામાં આવ્યો છે, જે નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટીંગ સેવિંગ્સ લાઇફ ઇન્સ્યોરન્સ પ્લાન છે. કંપની દ્વારાની નવી ઓફરિંગ POS (પોઇન્ટ ઓફ સેલ), લાઇફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ છે.
પ્રોડક્ટ બે પ્લાન વિકલ્પો સાનૂકૂળતા સાથે ગ્રાહકોને અપનાવવા માટે ઓફર કરે છે, પ્રથમ વિકલ્પવાળો ગેરંટેડ સેવિંગ્સ પ્લાન પોલિસીના સમયગાળાના આઉટલિવીંગ પર લંપસંપ રકમ પૂરી પાડીને સિદ્ધિઓ હાંસલ કરવા તરફ લક્ષ્યાંકિત છે. જ્યારે બીજા વિકલ્પમાં ગેરંટેડ કેશ બેક ઓપ્શનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પ્રત્યેક પાંચમા વર્ષના પોલિસી વર્ષના અંતે ગેરંટેડ કેશ બેકના સ્વરૂપમાં તરલતા પૂરી પાડે છે, જેમાં આ રકમમાં ફેરફાર કરવાના વિકલ્પનો અને તેમાં પોલિસી મેચ્યોરિટી સુધી વધારો કરવાનો કે વહેલાસર ઉપાડ કરવાનો સમાવેશ થાય છે. કેશબેક પેઆઉટ્સ ઉપરાંત લંપ સંપ પેમેન્ટ ટર્મના અંતે કરવામાં આવે છે.
વધુમાં આ પ્લાનમાં એક વિશિષ્ટ ફીચરનો પણ સમાવેશ થાય છે જેને CARE પે બેનીફિટ કહેવાય છે, જે ઇન-બિલ્ટ બેનીફિટ છે જે મૃત્યુ થવાની જાણ કરવા પર મૃત્યુની તારીખ સુધી (અંડરરાઇટીંગ વધારાના પ્રિમીયમ્સ અને ટેક્સીસ સાથે)કુલ પ્રિમીયમના 100%ની ચૂકવણી કરે છે. આ એક વિસ્તરિત લાભ છે જે નોટફિકેશન સામે ચૂકવવામાં આવે છે અને બાકીના મૃત્યુ લાભો ક્લેઇમ આકારણી પૂર્ણ થયા બાદ ચૂકવવામાં આવે છે.
આ પ્લાન વધુમાં વધારાના લાભો ચૂકવે છે જે નીચે પ્રમાણે છેઃ
– ગેરંટેડ યરલી એડીશન્સલ જેથી મેચ્યોરિટી બેનીફિટ પેઆઉટમાં વધારો કરી શકાય
– ફ્લેક્સીબલ પ્રિમીયમ પેમેન્ટ ટર્મ્સ એન્ડ પોલિસી ટર્મ ઓપ્શન્સ
– ઓછા પ્રિમીયમની ખાતરી પર ઉપલબ્ધતા
કેનેરા HSBC લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ શ્રી અનુજ માથુરએ આ લોન્ચ પર ટિપ્પણી કરતા જણાવ્યું હતુ કે “આ ઓફરથી એવા ગ્રાહકોને લાભ થશે કે જેઓ જીવનના કોઈપણ તબક્કા/સિદ્ધિ માટે ગેરંટીવાળી બચત/કેશ-બેક દ્વારા બચત કરવા માગે છે, તેમજ તેમના પરિવાર માટે નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે. આ યોજના ગ્રાહકોને સીમાચિહ્નો માટે મહત્તમ બચત કરવા અને નાણાકીય ધ્યેયો હાંસલ કરવા તેમજ ગતિશીલ વળતર પ્રદાન કરવા સક્ષમ બનાવશે, જે આજના સંજોગોમાં ખૂબ જ નિર્ણાયક સાબિત થાય છે. અમે એક દાયકા કરતાં વધુ સમયથી અમારા ગ્રાહકોના વચનો પૂરા કરી રહ્યા છીએ અને નવીન અને તેમની જરૂરિયાતો સાથે સુસંગત વીમા પ્રોડક્ટ્સ ડિઝાઇન કરીને તેમના “વચનોનો ભાગીદાર” બનવાનો પ્રયત્ન કરીએ છીએ.”