નવી દિલ્હી : કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ કંપની લિમિટેડ (‘‘કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ’’) દ્વારા 31મી માર્ચ, 2025ના રોજ કંપનીની સહભાગી પોલિસીઓ ધરાવતા આશરે 2.27 લાખ પોલિસીધારકોના લાભમાં નાણાકીય પર્ષ 2025 માટે રૂ. 250 કરોડનું બોનસ જાહેર કર્યું છે. આ બોનસ તેના ગ્રાહકોને મૂલ્ય પ્રદાન કરવા કંપનીની નાણાકીય કામગીરી અને સમર્પિતતા પ્રદર્શિત કરે છે. કંપની દ્વારા નાણાકીય વર્ષ 2025માં જાહેર કરવામાં આવેલી કુલ બોનસની રકમ 2024ની તુલનામાં 7.90 ટકાથી વધશે.
31 માર્ચ, 2025ના રોજ અમલી સર્વ સહભાગી પોલિસીઓ આ બોનસ માટે પાત્ર રહેશે. આ જાહેર બોનસ પોલિસીધારકોના અકાઉન્ટમાં જમા કરાશે અને પોલિસી મેચ્યુરિટી, સુપરત અથવા પોલિસીના નિયમ અનુસાર ચૂકવવાપાત્ર બનશે.
કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સના એમડી અને સીઈઓ શ્રી અનુજ માથુરે આ ઘોષણા પર બોલતાં જણાવ્યું હતું કે, “અમને નાણાકીય વર્ષ 2025 માટે રૂ. 250 કરોડનું બોનસ જાહેર કરવાની ખુશી છે, જે અમારી મજબૂત નાણાકીય શક્તિ, સૂઝબૂઝભરી રોકાણ વ્યૂહરચના અને અમારા પોલિસીધારકો માટે લાંબા ગાળાનું મૂલ્ય નિર્માણ કરવા પર એકધારી એકાગ્રતા દર્શાવે છે. આ માઈલસ્ટોન અમે આપીએ તે વચનનું પાલન કરવાની અમારી કટિબદ્ધતા અને અમે સેવા આપીએ તે પરિવારોના નાણાકીય ભવિષ્યનું રક્ષણ કરવાની અમારી કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપે છે. અમે કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સમાં એકધાર્યો વિશ્વાસ અને આત્મવિશ્વાસ મૂકવા માટે અમારા ગ્રાહકોની ખૂબ ખૂબ આભારી છીએ.’’
સહભાગી પોલિસીઓ અથવા નફા સાથેની યોજનાઓમાં જીવન વીમા કંપનીઓ પોલિસીધારક સાથે બોનસના રૂપમાં નફાનું આદાનપ્રદાન કરે છે, જે વીમા કંપની અને પોલિસીધારકો વચ્ચે સમાન ભાગીદારી દર્શાવે છે. દરેક નાણાકીય વર્ષમાં જાહેર બોનસ પોલિસીની મેચ્યુરિટી, મૃત્યુ અથવા સુપરત કરવા પર જમા અને વિતરણ કરાય છે. ઉપરાંત કેશ બોનસ પોલિસીની શરતો અનુસાર ચોક્કસ પોલિસીની ઘટનાઓ પર ચૂકવવામાં આવે છે.