નવી દિલ્હી : કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સે નાણાકીય વર્ષ 2023-24 માટે 2.18 લાખથી વધુ પોલિસી ધારકો માટે રૂ. 232 કરોડનો બોનસ જાહેર કર્યો હતો. સહભાગી પોલિસીઓ અથવા નફા સાથેની યોજનાઓમાં જીવન વીમા કંપનીઓ પોલિસીધારકો સાથે બોનસના સ્વરૂપમાં નફો આદાનપ્રદાન કરે છે, જે વીમા કંપની અને પોલિસીધારકો વચ્ચે આદાનપ્રદાનની ભાગીદારી દર્શાવે છે. દરેક નાણાકીય વર્ષમાં જાહેર બોનસ જમા કરાય છે અને પોલિસી પાકવા પર, વીમિતના મૃત્યુ કે પોલિસી સુપરત કરવા પર વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત રોકડ બોનસ પોલિસીની શરતો અનુસાર ચોક્કસ પોલિસી ઘટનાઓમાં ચૂકવવામાં આવે છે. 31 માર્ચ, 2024થી અમલી સર્વ સહભાગી પોલિસીઓ બોનસની રકમ પ્રાપ્ત કરવા માટે હકદાર છે.
આ ઘોષણા પર કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સના એમડી અને સીઈઓ શ્રી અનુજ માથુરે જણાવ્યું હતું કે, “કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સમાં ગ્રાહક વફાદારી સૌથી મહત્ત્વપૂર્ણ છે. અમે અમારા ગ્રાહકો અને તેમના પરિવારો માટે તે વચન આપીએ તેનું પાલન કરીને વિશ્વાસ નિર્માણ કરવામાં માનીએ છીએ. જાહેર બોનસ અમારું વચન હમણાં અને હવે પછી પણ અકબંધ રાખવાની ફિલોસોફી પ્રત્યે અમારી કટિબદ્ધતા દર્શાવે છે. અમારી એકધારી વૃદ્ધિ અને મજબૂત નાણાકીય વ્યવસ્થાપન વર્ષ દર વર્ષ આ વચનોનું પાલન કરવાની ખાતરી રાખે છે. “
નાણાકીય વર્ષ 2024માં જાહેર / વિતરીત કુલ બોનસ નાણાકીય વર્ષ 2023ની તુલનામાં 6.8 ટકા વધ્યું છે. જાહેર કરાતું બોનસ એ અધોરેખિત કરે છે કે કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ વિશ્વસનીય નાણાકીય સમાધાન પૂરું પાડવા અને ગ્રાહક સંતોષ વધારવા માટે સમર્પિત છે.