કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સે નાણાકીય વર્ષ 2021-2022 માટે બધા પાત્ર પોલિસીધારકો માટે રૂ. 78 કરોડનું બોનસ લાગલગાટ નવમા વર્ષ માટે જાહેર કર્યું છે. આ જીવન વીમા કંપની સહભાગી યોજનાઓ પર સતત બોનસ જાહેર કરી રહી છે. નાણાકીય વર્ષ 2021-2022 માટે બોનસની રકમમાં ગત વર્ષની તુલનામાં 28 ટકાનો વધારો દર્શાવે છે.
કંપની નિર્ભરક્ષમ વીમા ભાગીદાર તરીકે પોલિસીધારક દ્વારા તેમના પરિવાર માટે આપવામાં આવેલાં વચનો પરિપૂર્ણ કરવાની જવાબદારીનો આદર કરે છે.
આ ઘોષણા પર બોલતાં કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સના એમડી અને સીઈઓ અનુજ માથુરે જણાવ્યું હતું કે, “અમને અમારા ગ્રાહકો માટે વાર્ષિક બોનસ જાહેર કરવાની ખુશી છે અને અમારા ગ્રાહકોના લાખ્ખો વચનો પરિપૂર્ણ કરવામાં દર વર્ષે પ્રગતિ કરી રહ્યા છીએ તેનો સંતોષ છે. અમે અત્યંત ગ્રાહક જીવન વીમા બ્રાન્ડ છીએ અને અમારા ગ્રાહકોના કલ્યાણ માટે ઉત્તમ સેવા અને કામ પૂરાં પાડવા પર સતત ભાર આપીએ છીએ. અમે અમારા ગ્રાહકો માટે સખત મહેનત કરવાનું ચાલુ રાખીશું અને ખાતરી આપીએ છીએ કે તેમનાં આજીવન લક્ષ્યોની યોગ્ય નાણાકીય સહાય સાથે સંભાળ રાખવામાં આવશે. અમારા ગ્રાહકો અમારી વૃદ્ધિના પ્રવાસનો અસલ દાખલો છે અને અમે તેમનાં નાણાકીય લક્ષ્યો પ્રત્યે અસમાંતર રીતે કટિબદ્ધ છીએ.” મજબૂત ફંડ વ્યવસ્થાપન અને મજબૂત જોખમ વ્યવસ્થાપન વ્યવહારોએ કંપનીને ઉચ્ચ બોનસ સાથે સતત સહભાગી પોલિસીધારકોને પુરસ્કૃત કરવામાં મદદ કરી છે. વાર્ષિક બોનસની ઘોષણા કંપની પોલિસીધરકોને આપેલાં વચનોનું સફળતાથી પાલન કરે છે તે તેની ક્ષમતાનો પુરાવો છે.