કેનેડાના કેબિનેટ મંત્રીને અમેરિકાના એરપોર્ટ પર ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકાના ડેટ્રાઇટ એરપોર્ટ પર સુરક્ષા દરમિયાન પાઘડી ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી. મામલાની ગંભીરતા સમજતા સુરક્ષાકર્મીઓએ માફી પણ માંગી લીધી હતી.
કેનેડાના ઇનોવેશન મંત્રી નવદીપ બેંસનો આરોપ છે કે ગયા વર્ષે જ્યારે તે અમેરિકા ગયા હતા ત્યારે પણ તેમની સાથે આવો જ વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે સિક્યોરીટી માટે તેમણે બેંસને દરવાજાથી ફરી પાછા બોલાવીને પાઘડી ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી. તેમનો રાજનૈતિક પાસપોર્ટ જોયા બાદ જ તેમને વિમાનમાં એન્ટ્રી આપવામાં આવી હતી. આ બાબત પર કેનેડાએ અમેરિકાને ફરિયાદ પણ કરી હતી. બાદમાં અમેરિકાએ નવદીપ બેંસની માફી પણ માંગી લીધી હતી.
બેંસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતુ કે ત્યાના સુરક્ષાકર્મીઓ જીદ પર અડી ગયા હતા કે તેમને પાઘડી ઉતારવી જ પડશે. બેંસે સુરક્ષાકર્મીઓને જણાવ્યુ કે પાઘડી ઉતારવી તે તેમના કપડા ઉતારવા જેવી બાબત ગણાય છે, તેમ છતાં તે માન્યા ન હતા.
બેંસે વધુમાં જણાવ્યું હતુ કે તે મેટલ ડિટેક્ટરમાંથી પાસ થઇ ગયા તે બાદ તેમને પાઘડી ઉતારવા પર મજબૂર કરવામાં આવ્યા હતા.