કેનેડાની હોકી ટીમની બસને અકસ્માત નડતા ૧૪ ખેલાડીઓના મૃત્યુ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ઓસ્ટ્રેલિયાથી લઈને ભારતમાં અત્યારે રમત ક્ષેત્રે ધૂમ મચેલી છે. ભારતમાં આજથી ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થઈ રહી છે. આ વચ્ચે રમતની દુનિયાના દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. કેનેડાની હોકી ટીમના ખેલાડીઓને લઈ જતી બસનો અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં અત્યારસુધી 14 લોકોના મોત થઈ ગયા છે. ત્રણની હાલત ગંભીર છે.

મળેલી જાણકારી અનુસાર આ ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. પોલીસને મળેલી જાણકારી અનુસાર આ દુર્ઘટના સેસ્કેચવેનમાં થઈ. આ દુર્ઘટના દરમિયાન બસમાં 28 લોકો સવાર હતા જ્યારે સામાન ભરેલી એક ગાડી બસ સાથે અથડાઈ હતી.

જોકે પોલીસે અત્યારે એની પુષ્ટિ નથી કરી કે દુર્ઘટનામાં મરનાર લોકો ખેલાડી છે કે કોચ? સેસ્કેચવેન જુનિયર હોકી લીગની ધ નિપાવિન હોક્સ ટીમે કહ્યું કે અમે બોલ્ટ બ્રોકોસ ટીમની બસ દુર્ઘટનામાં સામેલ છીએ. જે નિપાવિન જઈ રહી હતી. ઘટનામાં મરનાર પ્રત્યે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રોએ દુ:ખ વ્યક્ત કર્યું છે.

Share This Article