Canadaની ગ્લેમર્સ અને ઝાકમઝોળ લાઈફનો ફૂગ્ગો હવે ફૂટવા લાગ્યો, લોકો દેશ છોડીને ભાગી રહ્યાં છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ટોરેન્ટો-કેનેડા : ખાલિસ્તાની આતંકીઓને શરણ આપીને ભારત સાથે દુશ્મનાવટ કરનારા કેનેડાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ત્યાંની ગ્લેમર્સ અને ઝાકમઝોળ લાઈફનો ફૂગ્ગો હવે ફૂટવા લાગ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી હજારો લોકો કેનેડા છોડીને બીજા દેશોમાં શિફ્ટ થઈ રહ્યા છે. જેના કારણે કેનેડાની અર્થવ્યવસ્થા માટે મોટું જાેખમ ઊભું થઈ રહ્યું છે. આ દુર્દશા માટે કેનેડામાં લોકો પીએમ જસ્ટિન ટ્રૂડોની ખોટી નીતિઓને જવાબદાર ગણાવી રહ્યા છે. આવામાં તમારે એ જાણવું જરૂરી છે કે આખરે એવું તે કયું કારણ છે કે જેના લીધે લોકોએ આવો ર્નિણય લેવા માટે મજબૂર થવું પડી રહ્યું છે.. રોયટર્સ એજન્સીના રિપોર્ટ મુજબ કેનેડામાં હવે રહેવું અને જીવનનિર્વાહ કરવો મોંઘું પડી રહ્યું છે. વધતી વસ્તીની સરખામણીમાં રહેણાંક મકાનોની સંખ્યા ઓછી હોવાના કારણે ત્યાં ઘરોના ભાડા ઝડપથી વધી રહ્યા છે. સ્થિતિ એ છે કે જેટલી લોકોની કમાણી છે તેનો ૩૦ ટકા ભાગ તો ફક્ત મકાનના ભાડા ચૂકવવામાં જાય છે. જેના કારણે તેમની કમર તૂટી રહી છે અને તેઓ હવે બીજા દેશો તરફ વળી રહ્યા છે.. રિપોર્ટ મુજબ કરિયર બનાવવા માટે કોંગકોંગથી આવીને કેનેડામાં રહેતી ૨૪ વર્ષની મહિલા એલી (નામ બદલ્યું છે) પણ હવે આ દેશ છોડવાનું વિચારી રહી છે. તે જણાવે છે કે ઘર ચલાવવા માટે હોંગકોંગથી તે કેનેડા આવી હતી. તે પૂર્વ ટોરંટોના સ્કારબોરોમાં એક રૂમવાળા ફ્લેટમાં રહે છે. જેનું એક મહિનાનું ભાડું ૬૫૦ કેનેડિયન ડોલર સુધી પહોંચી ગયું છે. જ્યારે તેની મહિનાની સેલેરી જ લગભગ ૧૯૦૦ કેનેડિયન ડોલર જેટલી છે. આ ભાડું તેની આવકના લગભગ ૩૦ ટકા જેટલું થઈ ગયું છે. જે ચૂકવવું હવે તેને અઘરું પડે છે.. એલીની જેમ કેનેડામાં ભાડાના મકાનમાં રહેતા અન્ય લોકો સામે પણ આ જ સમસ્યા છે. સૌથી મોટી પરેશાની એવા લાખો પ્રવાસી લોકો માટે છે જે સારા જીવનની ઈચ્છામાં કેનેડા પહોંચ્યા અને મોંઘા ઘરોના કારણે હવે ભાડાના ઘરોમાં રહેવા માટે મજબૂર બન્યા છે. ભાડામાં અતિશય વધારો થવાના કારણે વર્ષ ૨૦૨૧માં લગભગ ૮૫ હજાર લોકોએ કેનેડા છોડ્યું અને બીજા દેશોમાં વસી ગયા. જ્યારે પછીના વર્ષ ૨૦૨૨માં ૯૩ હજાર લોકો કેનેડા છોડીને અન્ય દેશોમાં ગયા. આ વર્ષે પણ અત્યાર સુધીમાં લગભગ ૪૨ હજાર કેનેડાથી પલાયન કરી ચૂક્યા છે.. કેનેડાથી લોકોના પલાયનના કારણે ત્યાંની ઈકોનોમીને મોટો ઝટકો લાગી રહ્યો છે. ત્યાંની અર્થવ્યવસ્થા મુખ્ય રીતે પ્રવાસી લોકોથી થતી આવક પર ટકેલી છે. આવામાં પ્રવાસીઓના પલાયનથી ત્યાંની સરકાર પણ ગભરાયેલી છે. લોકોનું કહેવું છે કે ટ્રૂડોની ખોટી નીતિઓનો માર તેમણે સહન કરવો પડી રહ્યો છે. કેનેડામાં વધુ ઘર બનાવવાની જરૂર છે પરંતુ ટ્રૂડો સરકારનું તેના પર કોઈ ધ્યાન નથી. આવામાં ત્યાં ઘરમાલિકો એકતરફી રીતે મકાનના ભાડા વધારી રહ્યા છે અને સરકાર ચૂપ બેઠી છે.

File 01 Page 10 1
Share This Article