ચીન બાદ હવે કેનેડા સાથે અમેરિકાનો ટ્રેડ વોર શરૂ થઇ ગયો છે. શુક્રવારે કેનેડાએ અમેરિકી ચીજવસ્તુઓ પર 12.6 અબજનો ટેક્સ લગાવી દીધો હતો. જેમાં સંતરાનો રસ અને કેચઅપ જેવી ચીજો પણ સામેલ છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિએ કેનેડિયન ચીજોની આયાત પર ટેક્સ લગાવ્યો હતો અને હવે કેનેડાએ એમેરિકી વસ્તુ પર ટેક્સ લગાવી દીધો છે.
આ સિવાય કેનેડાએ તેમના એલ્યુમિનિયમ ઉદ્યોગને મદદ કરવા માટે બે અરબ કેનેડિયન ડોલર આપવાની ઘોષણા કરી છે. અમેરિકા વિરુદ્ધ હવે કેનેડાએ પણ ટ્રેડ વોર શરૂ કરી દીધો છે. એક તરફ અમેરિકા બધા દેશ સાથે સંબંધ સુધારવાનો પ્રયત્ન કરી રહ્યુ છે તો બીજી તરફ પાડોશી દેશ કેનેડા સાથે ટ્રેડ વોર શરૂ કરી રહ્યુ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પહેલા કેનેડાના લોકોને ચોર કહ્યા હતા અને તેમ પણ કહ્યુ હતુ કે અમેરિકા અને કેનેડાની સરહદ પરથી કેનેડિયન લોકો જૂતાની ચોરી કરે છે. આ બાબત પર ટ્રૂડોએ કંઇ કહ્યુ ન હતુ પરંતુ હવે એવુ લાગી રહ્યુ છે કે ટ્રૂડો અમેરિકા પાસેથી ગણી ગણીને બદલા લેશે.