કેનેડામાં ૨૦૧૮ પછી વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓના સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. કેનેડાની જસ્ટિન ટ્રૂડોની આગેવાનીવાળી સરકારે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સ્થિતિ સુધારવા માટે પગલાં લઈ રહી છે. કેનેડા સરકાર ૨૦૨૪-૨૫ શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલા આ નવા સાવચેતીના પગલાં અમલમાં મૂકવાનું લક્ષ્ય રાખે છે. સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા કહે છે કે વિદ્યાર્થીઓની ચિંતાઓને દૂર કરવા માટે પ્રાંતો અને શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. એક ખાનગી ન્યુઝ પોર્ટલના અહેવાલ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે ૨૦૧૮ થી, વિદેશ મંત્રાલયે વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓના ૪૦૩ મૃત્યુ નોંધ્યા છે. જેમાંથી ૯૧ ભારતીય વિદ્યાર્થીઓના કેનેડામાં મોત થયા છે. વિદેશ મંત્રાલયના ડેટા આ મૃત્યુને કુદરતી કારણો, અકસ્માતો અને તબીબી પરિસ્થિતિઓ સહિત વિવિધ કારણોને જવાબદારીના કીરણે થયા છે. વિદેશ મંત્રાલયના રાજ્ય મંત્રી વી મુરલીધરને કહ્યું કે કેનેડા બાદ બ્રિટનમાં ૪૮, રશિયામાં ૪૦, અમેરિકામાં ૩૬ અને ઓસ્ટ્રેલિયામાં ૩૫ વિદ્યાર્થીઓના મોત નોંધાયા છે.. ફેબ્રુઆરી ૨૦૨૩માં વિદેશ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા ડેટા અનુસાર, ૫,૬૭,૬૦૭ ભારતીયો ૨૦૧૮ અને ૨૦૨૨ વચ્ચે કેનેડામાં અભ્યાસ કરવા માટે વિદેશ ગયા હતા. આ સમયગાળા દરમિયાન કર્ણાટકના વધુ વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. ૨૦૧૮ અને ૨૦૨૨ની વચ્ચે સૌથી વધુ ૬,૨૧,૩૩૬ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા ગયા હતા. ૩,૧૭,૧૧૯ વિદ્યાર્થીઓ યુકેમાં અભ્યાસ માટે ગયા છે, જે અમેરિકા અને કેનેડા પછી ત્રીજા સ્થાને છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા અનુસાર, ૨૦૨૪માં કેનેડિયન સરકાર નિયુક્ત શૈક્ષણિક સંસ્થાઓને ઓળખવા અને લાભો પ્રદાન કરવા માટે એક માન્યતા માળખું અપનાવવા જઈ રહી છે. નિયુક્ત શૈક્ષણિક સંસ્થાઓમાં સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સલાહકારો હોય છે, જેઓ સેવાઓની સુવિધા આપે છે અને તેમના વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સેવાઓ અને જરૂરિયાત મુજબ અન્ય સહાય વિશે માહિતી આપીને જાેડવામાં મદદ કરે છે. DLI જ પાસે મોટાભાગે તેમના પોતાના આવાસ અને સામુદાયિક આરોગ્ય સેવાઓ હોય છે જેનો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે. IRCC માનસિક સ્વાસ્થ્ય અથવા અન્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહેલા કોઈપણને તેમની શૈક્ષણિક સંસ્થા અથવા સમુદાય પર ઉપલબ્ધ સહાય સેવાઓ મેળવવા અથવા રાષ્ટ્રીય હોટલાઈનનો સંપર્ક કરવા વિનંતી કરે છે.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more