હવે દેશમાં સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના રંગ દેખાવા લાગ્યા છે. અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વચગાળાનું બજેટ પણ થોડા દિવસો પછી રજૂ થવાનું છે. તે દરમિયાન, દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ૩ વર્ષ પછી એક મોટું કામ કરવા જઈ રહ્યા છે, જેનાથી તમને સસ્તું પેટ્રોલ અને ડીઝલ મળી શકે છે. ડિસેમ્બર મહિનામાં ૫ રાજ્યોની ચૂંટણીઓ પૂરી થયા બાદ જ પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું હતું કે ભારત તે તમામ દેશોમાંથી ક્રૂડ ઓઈલની આયાત કરશે જેના પર પ્રતિબંધ નથી. તેથી, હવે ૩ વર્ષ પછી વેનેઝુએલાથી ભારતમાં ક્રૂડ ઓઈલ આવવાની અપેક્ષા વધી ગઈ છે, કારણ કે વેનેઝુએલા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો વર્ષ ૨૦૧૯માં હટાવવામાં આવ્યા છે. કોમોડિટી માર્કેટ એનાલિટિક્સ ફર્મ કેપ્લર અનુસાર, વેનેઝુએલાથી ક્રૂડ ઓઈલ છેલ્લે નવેમ્બર ૨૦૨૦માં ભારતમાં પહોંચ્યું હતું. ડિસેમ્બર ૨૦૨૩ની શરૂઆતમાં, તે સ્પષ્ટ થઈ ગયું કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ મામલે વેનેઝુએલા સાથે સીધો વ્યવહાર કરશે. ત્યારબાદ કંપનીએ ક્રૂડ ઓઈલના ૩ ટેન્કર બુક કર્યા હતા, જેની ડિલિવરી જાન્યુઆરી ૨૦૨૪થી શરૂ થવાની છે. અગાઉ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સિવાય નયારા એનર્જી લિમિટેડ નિયમિતપણે વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલની આયાત કરતી હતી. જાે કે આ વખતે સરકારી ઓઈલ કંપનીઓ પણ વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા દેશમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાની આશા છે. અત્યાર સુધી ભારત રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઈલ આયાત કરતું હતું. હવે આ ડિસ્કાઉન્ટ ઘટીને માત્ર ૨ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. જ્યારે ભારતને વેનેઝુએલા પાસેથી ૮થી ૧૦ ડોલર પ્રતિ બેરલના ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઈલ મળવાની અપેક્ષા છે. વેનેઝુએલા ક્રૂડ ઓઈલની નિકાસ કરતા દેશોની સંસ્થા ઓપેકનો સભ્ય છે. હાલમાં તેની પાસે વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર છે. આવી સ્થિતિમાં જાે વેનેઝુએલાથી સસ્તું તેલ મળશે, તો બજારમાં ક્રૂડના ભાવ નીચે આવશે અને ભારતીય રિફાઈનરીઓને તેનો ફાયદો થશે. જે આખરે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને ઘટાડવામાં મદદ કરશે. ભારત તેની જરૂરિયાતના ૮૦ ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more