નવ દિલ્હી : પતિ અને પત્નિને સેક્સ સંબંધ માટે મજબુર કરવામાં આવી શકે છે કે કેમ તેને લઇને તર્કદાર રજૂઆત સાથે સુપ્રીમ કોર્ટમાં હવે અરજી દાખલ કરવામાં આવી છે. કોર્ટો એકબીજાથી વિવાદોમાં ફસાયેલા પતિ અને પત્નિ વચ્ચે સંબંધને સામાન્ય બનાવવા માટે કેટલાક મામલે લગ્ન સંબંધો હેઠળ સેક્સ સંબંધ બાંધવા માટે આદેશ કરે છે. જે જોગવાઇ કોર્ટને આ પ્રકારના પગલા લેવા માટે કોર્ટેને મંજુરી આપે છે તેને હવે કોર્ટમાં પડકાર ફેંકીને રજૂઆત કરવામા આવી છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેંચ દ્વારા વિચારણા કરવામાં આવનાર છે.
દેશના ચીફ જસ્ટીસ રંજન ગોગાઇના નેતૃત્વમાં બે જજની બેંચ દ્વારા જાહેર હિતની અરજી પર સુનાવણી કરવા માટે આ મામલો એક મોટી બેંચને મોકલી દીધો છે. અરજીમાં દલીલો કરવામાં આવી છે કે આ જાગવાઇ મહિલા વિરોધી છે. કારણ કે તે મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ પતિની પાસે જવા મજબુર કરે છે. જે તેના અધિકારોના ભંગ સમાન છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના વિદ્યાર્થી ઓજસ્વ પાઠક અને મયંક ગુપ્તાએ આ અરજી દાખલ કરી છે. તેમની રજૂઆત મામલે વરિષ્ઠ વકીલ સંજય હેગડે દ્વારા તર્કદાર દલીલો કરવામાં આવી છે. હેગડે દ્વારા કહેવામાં આવ્યુ છથે કે આ જાગવાઇ કેટલીક બાબતોનો ખુલ્લો ભંગ કરે છે.
આ જોગવાઇ લીગલ ફ્રેમવર્ક, વ્યક્તિગત સ્વાયતત્તા અને બંનેની ગરીમાનો ભંગ કરે છે. એવી દલીલ પણ કરવામાં આવી છે કે આ જાગવાઇ મહિલા પર બોજ લાગી દે છે. આ રીતે બંધારણની કલમ ૧૪ અને ૧૫નો ખુલ્લો ભંગ કરે છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં કોઇ પણ પર્સનલ લો સિસ્ટમમાં લગ્ન સંબંધ હેઠળ સેક્સ સંબંધો બાંધવા માટેની જોગવાઇ નથી. તેમાં કહેવામાં આવ્યુ છે કે આની જડ ઇગ્લિશ લોમાં કરવામાં આવી છે. દેશના વર્તમાન કાયદા હેઠળ લગ્ન સંબંધમાં જો કોઇને સેક્સ સંબંધમાં અધિકારની જરૂર છે તો તે ડિક્રી હાંસલ કરી શકે છે.