ગુજરાત રાજ્યમાં ઇન્ટરનેશનલ બેકાલાઉરિએટ (IB) અભ્યાસક્રમને અનુસરતી જાણીતી શૈક્ષણિક સંસ્થા કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તાજેતરમાં એમના યુવા પ્રતિભા માટેની વૈજ્ઞાનિક ક્ષમતાઓ, કૌશલ્યો અને જ્ઞાન ને વેગ આપવા માટે અને વિદ્યાર્થીઓમાં પ્રેક્ટિકલ જ્ઞાનની આદતને કેળવવા માટે ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનનું બીજું સફળ સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના ડિરેક્ટર અંકુર ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, “અમારા સ્કૂલના છાત્રોએ બહુ જ સુંદર મોડેલ્સ અને ચાર્ટ્સ દ્વારા ગણિત અને વિજ્ઞાનના થીઓરમ્સ અને પ્રયોગો ને સરળતા થી પ્રસ્તુત કર્યા અને હું એમના પેરેન્ટ્સનો પણ આભારી છું જેમને ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધા હતા. એક આંતરાષ્ટ્રીય અભ્યાસક્રમ પર આધારિત સ્કૂલ હોવા થી અમને અમારા બાળકોને અદ્યતન અને ટેક્નોલોજી લક્ષી રાખવા માટે નિયમિતપણે આવી નવીન પ્રયાગો કરવું પડે છે.”