અમદાવાદ: કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ThRabis® ના ત્રણ વર્ષ પૂરા કર્યા છે, જે વિશ્વની પ્રથમ ત્રણ-ડોઝ રેબીઝ રસી છે, જેણે હડકવાની સારવારમાં પરિવર્તન લાવ્યું છે અને તેની માન્યતા અને અમલીકરણમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સની ઇન-હાઉસ રિસર્ચ અને ડેવલપમેન્ટ ટીમ દ્વારા વિકસિત, ThRabis® એપ્રિલ 2022 માં લોન્ચ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં તે ઘણા દેશોમાં સારવાર તરીકે ઉપયોગમાં લેવાઇ રહી છે, જે સરળ અને ટૂંકા રસીકરણ સમયપત્રકને પ્રદાન કરે છે, જે સારવારમાં સારા પરિણામ પ્રદાન કરે છે. પરંપરાગત પાંચ-ડોઝ રેબીઝ પદ્ધતિથી વિપરીત, ThRabis®ના ત્રણ ઇન્ટ્રામસ્ક્યુલર ડોઝ વૈશ્વિક સ્તરે સફળતા સાથે હડકવા સામે સચોટ સારવાર આપે છે.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. રાજીવ આઈ. મોદીએ જણાવ્યું હતું કે, “ThRabis® રસીને અમે રેબીઝની સારવારમાં સૌથી મોટા અવરોધ, એવા પાંચ-ડોઝના શેડ્યૂલની જટિલતાને દૂર કરવા માટે લાવ્યા હતા. ખાસ કરીને સંવેદનશીલ લોકો માટે ફક્ત ત્રણ ડોઝ સાથે, અમે પોસ્ટ-એક્સપોઝર પ્રોફીલેક્સીસને ઝડપી, વધુ સુલભ અને સરળ બનાવ્યું છે. ThRabis® એ ફક્ત એક વૈજ્ઞાનિક સફળતા નથી પરંતુ એક વ્યવહારુ ઉકેલ પણ છે જે બધા માટે સસ્તા અને નવીવ પ્રયત્ન અંગેની અમારી પ્રતિબદ્ધતા અને ભારતીય વિજ્ઞાન સાથે તબીબી જરૂરિયાતો પૂરી કરવાની અમારી ઝુંબેશને પ્રતિબિંબિત કરે છે.”
વૈશ્વિક સ્વાસ્થ્ય ખતરાને પહોંચી વળવા : વિશ્વના ઘણા ભાગોમાં રેબીઝ એક મુખ્ય આરોગ્ય પડકાર છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, દર વર્ષે રેબીઝ લગભગ 59,000 લોકોના જીવ લે છે, જેમાં મોટાભાગે એશિયા અને આફ્રિકામાં મૃત્યુ થાય છે. આ રેબીઝ મૃત્યુમાંથી 36% મૃત્યુ માત્ર ભારતમાં થાય છે, જેના કારણે રેબીઝ નિવારણમાં નવીનતા અને સુલભતા રાષ્ટ્રીય પ્રાથમિકતા બની છે. પરંપરાગત પોસ્ટ-એક્સપોઝર રેબીઝ રસીકરણ પ્રોટોકોલમાં એક મહિનામાં પાંચ કે તેથી વધુ ડોઝ લેવા પડે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં અથવા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે, આ એક પડકાર છે. દર્દીઓ ઘણીવાર પરિવહન ખર્ચ, ક્લિનિકની વધારે મુલાકાત અને જાગૃતિના અભાવને કારણે મુશ્કેલી વેઠે છે, જેના કારણે કેટલાક કિસ્સામાં અધૂરી સારવાર મૃત્યુનું કારણ બની જાય છે. ThRabis® આ પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવી હતી. તેના ત્રણ-ડોઝ પ્રોટોકોલ દર્દીઓને વધુ સરળ વિકલ્પ પ્રદાન કરે છે, જે સમજશક્તિ અને રસી પૂર્ણતા દર બંનેમાં સુધારો કરે છે. આ ખાસ કરીને બાળકો, વૃદ્ધ દર્દીઓ અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો માટે અસરકારક છે.
ત્રણ વર્ષમાં મૂલ્યાંકન કરી શકાય તેવી અસર : તેની શરૂઆતથી, ThRabis® ને ભારત સહિત ઘણા દેશોમાં કે જ્યાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કાર્યરત છે ત્યાં વ્યાપકપણે અપનાવવામાં આવી છે. ટૂંકા સમયપત્રકથી રસીને અપનાવવામાં નોંધપાત્ર વધારો થયો છે, જે પોસ્ટ-એક્સપોઝર સંભાળમાં એક મહત્વપૂર્ણ પરિબળ છે, અને જાહેર આરોગ્ય પ્રણાલીઓ પરના દબાણને ઘટાડવામાં મદદ મળી છે. ક્લિનિકની ઓછી મુલાકાત સાથે, દર્દીઓના ખર્ચમાં ઘટાડો થયો છે, જ્યારે આરોગ્યસંભાળ સુવિધાઓમાં પોસ્ટ-એક્સપોઝર પ્રોફીલેક્સીસ માટે દર્દીઓની સંખ્યા ઓછી જોવા મળી છે. સુધરેલા સારવાર પૂર્ણતા દર અને સારા આરોગ્ય પરિણામો રસીકરણ પ્રક્રિયામાં વિશ્વાસને દર્શાવે છે. વધુમાં, ThRabis® જાગૃતિ અભિયાન અને સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ સાથે ભાગીદારી સાથે જાહેર આરોગ્ય આઉટરીચ પહેલને પ્રેરિત કરે છે, જે તેની પહોંચ અને અસરને વધુ વિસ્તૃત કરે છે.
ThRabis® પાછળનું વિજ્ઞાન : ThRabis® એ એક નવીન રિકોમ્બિનન્ટ નેનોપાર્ટિકલ-આધારિત રેબીઝ રસી છે જે વાયરસ-લાઇક પાર્ટિકલ (VLP) ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે ભવિષ્યમાં આનુવંશિક સામગ્રી વગર વાયરસ માળખાની નકલનું પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. આ અભિગમ પ્રતિકૂળ અસરોના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડે છે જ્યારે સારી રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. VLPs નકલ કરી શકતા નથી અથવા ફરીથી સંયોજિત થઇ શકતા નથી, ThRabis® પરંપરાગત અથવા એટેન્યુએટેડ રસીઓ કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે, જે વિવિધ વય જૂથ અને તબીબી ક્ષેત્રે વ્યાપક ઉપયોગ માટે યોગ્ય છે.રસીને સખત ક્લિનિકલ ટ્રાયલ દ્વારા સલામતી અને અસરકારકતાના કડક નિયમનકારી ધોરણો હેઠળ માન્યતા આપવામાં આવી છે. તેને હડકવા નિવારણમાં નવીનતા માટે એક મોડેલ તરીકે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય સંસ્થાઓ તરફથી માન્યતા મળી છે.
રેબીઝ (હડકવા) મુક્ત ભવિષ્ય : તેમના મિશન સાથે કેડિલા ફાર્માસ્યુટિકલ્સે “એક, બે, ત્રણ. રેબીઝ (હડકવા) મુક્ત” અભિયાન પણ શરૂ કર્યું, જેનો ઉદ્દેશ્ય હડકવા નિવારણ વિશે જાગૃતિ લાવવા, સમયસર સારવારને પ્રોત્સાહન આપવા અને ભારત અને વિશ્વને હડકવા મુક્ત બનાવવાના ધ્યેયને પ્રોત્સાહન આપવાનો છે. ડૉ. મોદીએ કહ્યું, “જન જાગૃતિ મહત્વપૂર્ણ છે. માહિતી, વપરાશ અને વિશ્વાસ વિના કોઈ રસી સફળ થઈ શકતી નથી. અમારું અભિયાન લોકોને જ્ઞાનથી સશક્ત બનાવવા અને ખાતરી કરવા અંગે છે કે ThRabis® જેવા જીવનરક્ષક વિકલ્પો એવા લોકો સુધી પહોંચે જેમને તેમની સૌથી વધુ જરૂર છે.”
આગામી લક્ષ્ય : કેડિલા ફાર્માસ્યુટિકલ્સ હવે રેબીઝના વધુ કિસ્સાઓ ધરાવતા પ્રદેશોમાં ThRabis® ની ઉપલબ્ધતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં તેની સપ્લાય ચેઇનને મજબૂત બનાવવાની પણ યોજના છે. કંપએ વ્યૂહાત્મક ભાગીદારી અને વિવિધ કાર્યક્રમો દ્વારા રસીનો વ્યાપ વિસ્તૃત કરવા માટે આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ સાથે પણ ચર્ચા કરી છે. આગામી પેઢીને રસીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને સિંગલ-ડોઝ ફોર્મ્યુલેશન અને અન્ય ચેપી રોગોને માટે નવીન રસીના સંશોધનમાં રોકાણની પ્રેરણા આપી રહ્યાં છીએ. ડૉ. મોદીએ ઉમેર્યું હતું કે , “ThRabis® એ જે પ્રાપ્ત કર્યું છે તેના પર અમને ગર્વ છે, પરંતુ આ ફક્ત શરૂઆત છે. અમારું વિઝન વિજ્ઞાન સાથે જોડાઇ ગેમ-ચેન્જિંગ હેલ્થકેર સોલ્યુશન્સ પહોંચાડવાનું ચાલુ રાખવાનું છે.”
ThRabis® કેડિલા ફાર્માસ્યુટિકલ્સના પ્રગતિશીલ નવીનતાઓની વધતી જતી યાદીમાં જોડાય છે, જેમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગ માટે વિશ્વની પ્રથમ પોલીપિલ Polycap® અને ફેફસાના કેન્સર માટે ભારતની પ્રથમ સક્રિય ઇમ્યુનોથેરાપી Mycidac-C®નો સમાવેશ થાય છે, જે સસ્તા અને સુલભ આરોગ્યસંભાળમાં અગ્રણી તરીકે તેનું સ્થાન મજબૂત બનાવે છે.