30 સપ્ટેમ્બર, અમદાવાદઃ ફાર્માસ્યુટિકલ્સમાં વૈશ્વિક અગ્રણી, કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ઇન્દ્રશીલ યુનિવર્સિટી (IU) સાથે સહયોગ કરીને કેમ્પસ-2-કોર્પોરેટ પ્રોગ્રામ (C2CP)ની જાહેરાત કરી છે.
ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં સમૃદ્ધ કારકિર્દી માટે જરૂરી કુશળતા અને આંતરદ્રષ્ટિ સાથે મહત્વાકાંક્ષી વ્યાવસાયિકો પ્રદાન કરીને, ફાર્મા ફિલ્ડ ઓપરેશન્સમાં આ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા કોર્સ શૈક્ષણિક કાર્ય અને કોર્પોરેટ માંગ વચ્ચેના અંતરને દૂર કરવા માટે તૈયાર કરાયો છે.
આજના સ્પર્ધાત્મક ફાર્માસ્યુટિકલ લેન્ડસ્કેપમાં, ઘણી વખત સૈદ્ધાંતિક શિક્ષણ અને કોર્પોરેટમાં જરૂરી વ્યવહારિક માંગ વચ્ચે અંતર જોવા મળે છે, કેમ્પસ-2-કોર્પોરેટ આજ પડકારને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ ખાસ કરીને વિદ્યાર્થીઓ વાસ્તવિક ફાર્માસ્યુટિકલ પ્રેક્ટિસ અંગે ઊંડી સમજ સાથે સજ્જ કરવા માટે બનાવવામાં આવ્યો છે, અને વ્યાવસાયિક ભૂમિકામાં તેઓ જે જટિલતાઓનો સામનો કરશે તેના માટે તૈયાર કરાશે. અભ્યાસક્રમમાં શૈક્ષણિક જ્ઞાન અને ઉદ્યોગલક્ષી આંતરદૃષ્ટિને જોડીને C2CP કોર્સ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી જ કોર્પોરેટ ફાર્માસ્યુટિક્લ સેક્ટરમાં ઉચ્ચ કારકિર્દી બનાવવા માટે સક્ષમ બનાવે છે. સ્નાતકો માત્ર એક્ઝિક્યુટિવ ડિપ્લોમાં જ નહીં મેળવે, પરંતુ ઝડપથી વિકસતા ઉદ્યોગના વલણ, નિયમો અને નવીનતાઓ સાથે જરૂરી જટીલ કૌશલ્યો પણ પ્રાપ્ત કરશે જે તેમને ફાર્મા જગતમાં ઉમદા વ્યાવસાયિકો બનાવશે.
ડો. ધર્મેશ જે. શાહ (પીએચડી), પ્રોવોસ્ટ (વાઈસ ચાન્સેલર), ઈન્દ્રશીલ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, ” અમે ઈન્દ્રશીલ યુનિવર્સિટી ખાતે એકેડેમિયા અને ઉદ્યોગ વચ્ચેના અંતરને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. કેમ્પસ2કોર્પોરેટ પ્રોગ્રામ એ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે વિદ્યાર્થીઓને સતત વિકસતા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સફળતા માટે જરૂરી વ્યવહારુ કૌશલ્યો અને કોર્પોરેટ આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સ સાથેનો આ સહયોગ ઉદ્યોગ-તૈયાર વ્યાવસાયિકો માટે એક નવો બેન્ચમાર્ક બનાવશે”.
C2CP પ્રોગ્રામ વિશે
C2CP પ્રોગ્રામ એ ઇન્ડસ્ટ્રીની પ્રથમ પહેલ છે, જેનો હેતુ વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકોને ફાર્મા ક્ષેત્રના ગતિશીલ લેન્ડસ્કેપ માટે તૈયાર કરવાનો છે. ઇન્દ્રશીલ યુનિવર્સિટીની શૈક્ષણિકતા અને કેડિલા ફાર્માસ્યુટિકલ્સની કોર્પોરેટ કુશળતાને સાથે જોડીને આ પ્રોગ્રામ ફાર્માસ્યુટિકલમાં વાસ્તવિક વિશ્વના પડકારો માટે સહભાગીઓને સજ્જ કરવા અનુભવ, ઉદ્યોગ વિશિષ્ટ તાલીમ અને વ્યવહારૂ જ્ઞાન પ્રદાન કરે છે.
પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને શું શીખવા મળશે?
કેડિલા ફાર્માસ્યુટિકલ્સના અગ્રણી નિષ્ણાતો પાસેથી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનું વ્યવહારૂ જ્ઞાન પ્રાપ્ત થશે.
હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોની વિકસતી માંગને પહોંચી વળવા માટે ઉદ્યોગ કૌશલ્યોની સમજ અપાશે.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને ઇન્દ્રશીલ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે એક્ઝિક્યુટિવ ડિપ્લોમા સર્ટિફિકેશન આપવામાં આવશે, જે તમને ઉદ્યોગમાં એક પ્રતિષ્ઠિત લાયકાત આપશે.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ પ્રોગ્રામમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાઓને કારકિર્દીની તકો પ્રદાન કરાશે, કેમ્પસથી કોર્પોરેટ સુધી સીમલેસ સંક્રમણ પ્રદાન કરાશે.
આ એક ‘એમ્પ્લોયબિલિટી એનેબલિંગ કોર્સ’ હશે, અને કોર્સ સામગ્રી, પદ્ધતિઓ અને તકનીકો સાથે જરૂરી ધોરણો મુજબ સફળ કોર્સ પૂર્ણ કરનારને વધુ સારી રોજગારીક્ષમતા માટે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ માર્ગદર્શન આપશે.