આઈસીએઆઈ અને એસએઆઈસીએ વચ્ચે પારસ્પરિક માન્યતા સમજૂતીને મંજૂરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉંટ્સ ઓફ ઇંડિયા (આઈસીએઆઈ) અને સાઉથ આફ્રિકન ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉંટ્સ (એસએઆઈસીએ) વચ્ચે પારસ્પરિક માન્યતા સમજૂતીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે મંજૂરી આપી છે.

આઇસીએઆઇ ભારતીય સંસદ દ્વારા પાસ કરાયેલ કાયાદીકાય `ચાર્ટડ એકાઉંટ્સ એક્ટ ૧૯૪૯’ અંતર્ગત સ્થાપિત એક કાનૂની સંસ્થા છે. તેની સ્થાપના ભારતમાં ચાર્ટડ એકાઉંટસીના વ્યવસાયને નિયમન કરવા માટે કરવામાં આવી છે. એસએઆઈસીએ દક્ષિણ આફ્રિકાની અગ્રણી એકાઉંટિંગ સંસ્થા છે અને તે વિશ્વની અગ્રણી સંસ્થાઓ પૈકી એક છે.

એકાઉન્ટ જ્ઞાનની ઉન્નતિ, વ્યવસાયિક તથા બૌધ્ધિક વિકાસ, તેમની સંખ્યામાં વૃદ્ધિ તથા ભારત અને દક્ષિણ આફ્રિકામાં એકાઉન્ટિંગ વ્યવસાયના વિકાસમાં સકારાત્મક યોગદાન માટે પારસ્પરિક સહયોગ ઢાંચાની સ્થાપના માટે આઈસીએઆઈ અને એસએઆઈસીએ વચ્ચે પારસ્પરિક માન્યતા સમજૂતીના સંદર્ભમાં મંત્રીમંડળે આ મંજૂરી આપી છે.

આ સમજૂતી વર્તમાન આઈસીએઆઇ યોગ્યતાની સાથે સ્થાનીય એકાઉન્ટિંગ યોગ્યતામાં ભારતીય એકાઉન્ટિંગ પ્રોફેશનલ્સને માન્યતા પ્રદાન કરાવશે, જેથી દક્ષિણ આફ્રકી બજારોમાં તેમના માટે વ્યાવસાયિક તકો વધશે તથા આ બન્ને એકાઉન્ટ સંસ્થાઓ વચ્ચે કાર્ય સંબંધોને મજબૂત બનાવશે. આ સમજૂતીથી એકાઉન્ટ પ્રોફેશનલ્સની ચળવળને રફ્તાર આપશે, જેથી બન્ને દેશોમાં લઘુ તથા મધ્ય ઉદ્યમોને એક નવી દિશા મળશે.

વ્યૂહાત્મક રીતે એસએઆઈસીએની સાથે નિકટ સંબંધોને જાળવી રાખવા આઈસીએઆઈ માટે ખૂબ જ મહત્વપૂર્ણ થે, કારણ કે સંસ્થાને આફ્રિકી ક્ષેત્રમાં આઈસીએઆઈ બ્રાંડને મજબૂતી આપવા અને સભ્યોની સંખ્યામાં મદદ મળશે. પાછલા કેટલાંક વર્ષો દરમિયાન વિકસિત થયેલા સંબંધોની પ્રકૃતિ વ્યૂહાત્મક તથા પારસ્પરિક હિતોને સધાવાના છે. ભારતીય ચાર્ટડ એકાઉંટંટ્સ માટે એમઆરએ તે ક્ષેત્રમાં શ્રેષ્ઠ રોજગાર ની સંભાવનાઓ પ્રદાન કરવી શકે છે. સાથે જ ભારતમાંથી ચાર્ટડ એકાઉંટંટ્સની આવન-જાવન પણ વધશે.

Share This Article