ભારતમાં કેબિનેટે માઈક્રોનના ૨.૭ અબજ ડોલરના સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમેરિકાની ચિપમેકર કંપની માઈક્રોન ટેક્નોલોજી ભારતમાં રોકાણ કરી શકે તેવી છેલ્લા ઘણા દિવસોથી અપેક્ષા હતી. આખરે તેને મંજૂરી મળી ગઈ છે. PM નરેન્દ્ર મોદીના અમેરિકા પહોંચતા આ ખબર આવી રહી છે. સમાચાર આવ્યા છે કે ભારતમાં કેબિનેટે માઈક્રોનના ૨.૭ અબજ ડોલર એટલે કે ૨૨ હજાર કરોડ રૂપિયાના સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે. આ પ્લાન્ટ ગુજરાતના સાણંદ ખાતે સ્થાપવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ એવું પણ જાણવા મળ્યું હતું કે માઇક્રોન $૧ બિલિયનનું રોકાણ કરશે, જે $૨ બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર આ પ્લાન્ટ માટે માઈક્રોનને PLI તરીકે ૧.૩૪ અબજ ડોલર એટલે કે ૧૧ હજાર કરોડ રૂપિયા આપશે.

સૂત્રએ કહ્યું કે પીએલઆઈના પેકેજને ધ્યાનમાં રાખીને કેબિનેટની મંજૂરી જરૂરી હતી. માઈક્રોનની યોજના અગાઉ જાણ કરવામાં આવી હતી પરંતુ કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવી ન હતી. માઈક્રોનના પ્રવક્તા અને ભારત સરકારના ટેક્નોલોજી મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. મંગળવારથી શરૂ થયેલી તેમની મુલાકાત દરમિયાન, મોદી ફેડએક્સ અને માસ્ટરકાર્ડ સહિત અનેક ટોચની યુએસ કંપનીઓના સીઈઓને મળશે અને ૨૨ જૂને વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરનું આયોજન કરશે. રોઇટર્સને માહિતી આપતાં યુએસ એડમિનિસ્ટ્રેશન અધિકારીઓએ જણાવ્યું હતું કે માઈક્રોન ટેક્નોલોજીની યોજના એવા સમયે સામે આવી છે જ્યારે વ્હાઇટ હાઉસ અમેરિકન ચિપ કંપનીઓ પર ભારતમાં રોકાણ કરવા માટે દબાણ કરી રહ્યું છે. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે બિડેન ઈચ્છે છે કે સ્થાનિક કંપનીઓ ચીનમાં વ્યાપાર કરવાનું જોખમ ઘટાડે, જ્યારે અમેરિકી અર્થવ્યવસ્થાને વિશ્વની સૌથી મોટી લોકશાહી સાથે વધુ સારી રીતે સાંકળી લે. બિડેન વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં રોકાણ કરવાનું વિચારી રહેલી યુએસ કંપનીઓની સંખ્યાથી વ્હાઇટ હાઉસ પ્રોત્સાહિત છે.દરમિયાન, ચીને મે મહિનામાં જણાવ્યું હતું કે માઇક્રોન સુરક્ષા સમીક્ષામાં નિષ્ફળ ગયું હતું અને મુખ્ય સ્થાનિક ઇન્ફ્રા ઓપરેટરોને યુએસની સૌથી મોટી મેમરી ચિપમેકર પાસેથી ઉત્પાદનો ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેનાથી બિડેન વહીવટીતંત્ર ગુસ્સે થયું હતું. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જો નિષ્ણાતોનું માનીએ તો MICON નું આ યુનિટ ગુજરાતમાં સાણંદ ખાતે સ્થાપવામાં આવશે. આવા એકમો સેમિકન્ડક્ટર ચિપ્સનું પરીક્ષણ અને પેકેજ કરે છે, પરંતુ તેનું ઉત્પાદન કરતા નથી. માઈક્રોન પ્લાન્ટમાં ગ્રાહકો માટે ચિપ્સ ખરીદી શકે છે અને પેકેજ કરી શકે છે અથવા અન્ય કંપનીઓ શિપિંગ પહેલાં પરીક્ષણ માટે તેમની ચિપ્સ મોકલી શકે છે. સૂત્રએ કહ્યું કે માઈક્રોનનો ભારતીય પ્લાન્ટ ભારતના સેમિકન્ડક્ટર બેઝને મજબૂત કરશે, પરંતુ વાસ્તવિક સફળતા માટે અહીં ઉત્પાદન પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Share This Article