પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઇઝરાયલનાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુની ભારતની મુલાકાત દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચે ફિલ્મનું સહનિર્માણ કરવા પર થયેલી સમજૂતીને કાર્યોત્તર મંજૂરી આપવામાં આવી છે. આ સમજૂતી ૧૫ જાન્યુઆરી, ૨૦૧૮નાં રોજ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં બંને પ્રધાનમંત્રીઓની હાજરીમાં થઈ હતી.
આંતરરાષ્ટ્રીય પક્ષકાર સાથે ભારતીય ફિલ્મનું સહ-નિર્માણ એટલે ભારતીય નિર્માતાઓ આંતરરાષ્ટ્રીય ફંડ મેળવી શકે છે તથા પટકથા, પ્રતિભા અને આંતરરાષ્ટ્રીય સ્તરનાં વિતરણ અંગે જોડાણ કરી શકે છે. આ સમજૂતી હેઠળ ફિલ્મનું સહનિર્માણ ભારત અને ઇઝરાયલ એમ બંને તેને રાષ્ટ્રીય નિર્માણ તરીકે લાયક ગણશે. આ સમજૂતી બંને દેશોને સામાન્ય રચનાત્મક, કલાત્મક, તકનિકી, નાણાકીય અને માર્કેટિંગ સંસાધનો ઊભા કરવા સક્ષમ પણ બનાવશે. સહનિર્મિત ફિલ્મો બંને દેશોનાં ફિલ્મોત્સવમાં સ્થાનિક નિર્માતા તરીકે તેમની ભાગીદારી અને કોઇપણ દેશોમાં નિર્માણ તેમજ નિર્માણોત્તર પ્રોત્સાહનો મેળવવા માટે પણ લાયક બનાવશે.
ફિલ્મ સહ-નિર્માણ સમજૂતી પર હસ્તાક્ષર, કળા અને સંસ્કૃતિનાં પારસ્પરિક આદાન-પ્રદાન તરફ દોરી જશે, શાખ ઊભી કરશે અને બંને દેશોનાં લોકો વચ્ચે વધુ સારી સમજણ પેદા કરશે તેમજ ફિલ્મ નિર્માણનાં વિવિધ પાસાઓનો પરિચય આપશે. આ સમજૂતીથી કલાત્મક, તકનિકી અને બિન-તકનિકી લોકો વચ્ચે રોજગારીનું સર્જન કરવામાં મદદ પણ મળશે.