પશુપાલન તથા ડેરીના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને ડેનમાર્ક વચ્ચે એમઓયૂ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને જાણકારી આપવામાં આવી. આ એમઓયૂ આ વર્ષની ૧૬ એપ્રિલે કરવામાં આવ્યા હતા.
આ એમઓયૂનો ઉદ્દેશ ડેરી વિકાસ તથા સંસ્થાગત સુદ્રઠીકરણના આધારે વર્તમાન જ્ઞાનને વ્યાપક બનાવવા માટે પશુપાલન તથા ડેરી ક્ષેત્રમાં દ્વીપક્ષીય સહયોગને પ્રોતસ્હિત કરવાનો છે.
આ ભાગીદારી અંતર્ગત ડેનમાર્ક પશુ પ્રજનન, પશુ સ્વાસ્થ્ય તથા ડેરી, ધાસચારા પ્રબંધ વગેરે ક્ષેત્રમાં જ્ઞાન તથા વિશેષજ્ઞતા પ્રદાન કરાવવામાં આવશે, જેથી પારસ્પરિક હિત વાળા માલધારી વેપાર સહિત ભારતીય માલધીરીઓની ઉત્પાદકતા તથા ઉત્પાદનને શ્રેષ્ઠ બનાવી શકાય.
આ ઉપરાંત ડેનમાર્ક સાથે સાયન્સ ટેકનોલોજી તથા ઇનોવેશન ક્ષેત્રમાં સહયોગ માટે એક વ્યવસ્થા પર આ વર્ષની ૨૨ મેના રોજ કરવામાં આવેલા હસ્તાક્ષર વિશે જાણકારી આપવામાં આવી હતી. આ સમજૂતીથી વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં બન્ને દેશોના સંબંધ એક ઐતિહાસિક પડાવ પર પહોંચી ગયો છે.
આ કરારથી બન્ને દેશો હવે વિજ્ઞાન, ટેકનોલોજી તથા ઇનોવેશનના ક્ષેત્રમાં પારસ્પરિકને પ્રોત્સાહન આપવા માટે એક-બીજાની પૂરક ક્ષમતાનો ફાયદો ઉઠાવી શકશે. આ કારણે હિતધારકોમાં ભારત અને ડેનમાર્કની વિજ્ઞાન સંસ્થાઓ, વિદ્વાનો, આરએન્ડડી પ્રયોગશાળા તથા કંપનીયોના સંશોધકો સમાવિષ્ટ હશે. તાત્કાલિક યહયોગ માટે સંભવિત ક્ષેત્રોના રૂપમાં ઊર્જા, જળ, પદાર્થ વિજ્ઞાન, વાજબી સ્વાસ્થ્ય સેવા, કૃત્રિમ જીવ સેવા, ફંકશ્નલ ફૂડ તથા સમુદ્રી અર્થવ્યવસ્થા સમાવિષ્ટ છે.