નવા નાણાકીય વર્ષમાં યુલિપ વિશેની માન્યતાઓ દૂર થશે: સંતોષ અગરવાલ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

હાલની યુનિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન્સ (યુલિપ) અંગેની સમજ બીજું કંઈ નહીં પણ તેના વિશેની આસપાસની માન્યતાઓ પર આધારિત હોય છે. અને યુલિપ વિશેની ગેરધારણાના પરિણામે આ પ્રોડક્ટ્‌સના વેચાણને ભૂતકાળમાં ભારે હાનિ પહોંચી છે એ પણ ત્યારે કે જ્યારે તેમાં શરૂઆતના વર્ષોમાં તો મોટા પ્રમાણમાં કમિશન પણ પ્રાપ્ત થઈ શકતું હતો. આજે પણ તમામ રોકાણની તકો કે જેને લોકો વિચારણામાં લે છે , યુલિપ ખરીદવાનો વિચાર તેમની આ પ્રોડક્ટના હેતુ, કિંમત, વળતર, સરળ લિક્વિડીટી અને ફંકશન અંગેની ગેરસમજ વચ્ચે અટવાતો રહે છે.  સંતોષ અગરવાલ – પોલિસીબાઝારડોટકોમના લાઈફ ઈન્સ્યોરન્સના વડા અહીં કેટલીક સામાન્ય માન્યતાઓ યુલિપ વિશેની છે કે જે આ નાણાકીય વર્ષમાં દૂર થશે, જેમાં વીમો અને રોકાણ સારા વળતર સાથે મેળવીને લાભ લઈ શકાશે.

માન્યતા ૧ઃ યુલિપ મોંઘા હોય છે

જ્યારે યુલિપ પ્રથમવાર માર્કેટમાં રજૂ થયા ત્યારે તેમની સ્થિતિ એવી હતી કે જે ગ્રાહકો કરતાં ડિસ્ટ્રીબ્યુટર્સ માટે યોગ્ય હતા. અગાઉ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (આઈઆરડીએઆઈ)ની ૨૦૧૦માં દરમિયાનગીરી પહેલા ગ્રાહકો દ્વારા પોલિસી એડમિનિસ્ટ્રેશન, પ્રિમિયમ એલોકેશન અને ફંડ મેનેજમેન્ટ માટેના ચાર્જીસ તરીકેમોટા પ્રમાણમાં પ્રિમિયમની ટકાવારી ચૂકવવામાં આવતી હતી. આઈઆરડીએઆઈના નિયમોએ વીમા કંપનીઓ દ્વારા વસૂલાતા ચાર્જિસ પર મર્યાદા મૂકી. અગાઉના ૬-૧૦ ટકા સુધીના ચાર્જિસના સ્થાને હવે વીમા કંપની કંપનીઓ ૧.૫-૨ ટકા જેટલા ચાર્જ વસૂલ કરે છે. વધુમાં, બહોળા પ્રમાણમાં ડિજિટાઈઝેશનના કારણે પોલિસી એડમિનિસ્ટ્રેશન અને પ્રિમિયમ ફાળવણી જેવા વચગાળાના ચાર્જિસ સંપૂર્ણપણે દૂર થયા છે, આ, યુલિપ હવે સૌથી રસપ્રદ રોકાણ માટેની પ્રોડક્ટ બની છે જેમાં ગ્રાહકો તેમના નાણાં સાથે વિશ્વાસ સાથે મૂકી શકે છે.

માન્યતા ૨ : યુલિપ ઓછું વળતર આપે છે

મોટાભાગના રોકાણકારો યુલિપને પરંપરાગત એન્ડોઉમેન્ટ પ્લાન તરીકે જૂએ છે. આના કારણે તેઓ ઓછા વળતરના ભયથી યુલિપમાં નાણાં રોકવાથી અટકે છે. એ સમજવુ જરૂરી છે કે યુલિપમાં વીમા કવચ માટે માત્ર ઓછામાં ઓછી ટકાવારીમાં પ્રિમિયમ ભરવું પડે છે અને બાકીનો તેનો હિસ્સો વળતર મેળવવા માટે રોકવામાં આવે છે. વળતરનો હિસ્સો જો કે રોકાણકારોની જોખમ ઉઠાવવાની ક્ષમતા પર આધારિત હોય છે.

યુલિપ પર મળતા વળતરનો પ્રકાર છેલ્લા પાંચ વર્ષથી જે રહ્યો છે તેને નીચેના કોષ્ટક દ્વારા સમજી શકાય તેમ છે.

ડેટા ૧૭ માર્ચ, ૨૦૧૮ના રોજ પાંચ વર્ષના વળતરના આધારે અપડેટ કરાયો છે.

વીમા કંપનીપ્લાનનું નામફંડનું નામ (ઈક્વિટી)છેલ્લા પાંચ વર્ષમાં વળતર
એડલવિસટોકયોવેલ્થપ્લસઈક્વિટી ટોપ ૨૫૦ ફંડ૧૮.૭%
એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સઈવેલ્થ ઈન્સ્યોરન્સઈક્વિટી ફંડ૧૪.૭%
મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સઓનલાઈન સેવિંગ્સ પ્લાન   હાઈ ગ્રોથ ફંડ૧૬.૩%
બજાજ એલાયન્ઝગોલ એસ્યોરએક્સલરેટર મિડ કેપ ફંડ ૨૨૪.૭%
એચડીએફસી લાઈફક્લીક ૨ ઈન્વેસ્ટઓપોર્ચ્યુનિટી ફંડ         ૨૦.૬%

માન્યતા ૩ઃ યુલિપ વધુ જોખમી હોય છે

અનેક લોકો યુલિપને વધુ જોખમી રોકાણ સમજે છે. આનું કારણ એ છે કે તેઓ માને છે કે જે પ્રિમિયમ  યુલિપ ખરીદવામાં ચૂકવાય છે તે માત્ર ઈક્વિટી ફંડમાં જ રોકાય છે. પરંતુ તેઓ એ જાણતા નથી કે યુલિપમાં રોકાયેલા નાણાં ગ્રાહકોની જોખમ ઉઠાવવાની ક્ષમતાના આધારે વિવિધ ફંડ પર આધારિત હોય છે. રોકાણકારોને તેમના જોખમના સ્તર વિશે પૂછવામાં આવે છે કે તેઓ કેટલું જોખમ ખેડી શકે તેમ છે અને તેમને સાથે એ પણ જણાવવામાં આવે છે કે તેમની પાસે સ્વિચિંગ ઓપ્શન્સ પણ રહેલા છે કે જેના દ્વારા માર્કેટની ઉથલપાથલ પર આધારિત તેમના ફંડનો સૌથી ન્યાયિક ઉપયોગ કેવી રીતે થઈ શકશે. જોખમ ન ઉઠાવવા માગતા ગ્રાહકો ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ, સરકારી સિક્યુરિટીઝ અને કોર્પોરેટ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટમાંથી પસંદગીની તક છે કે જેમાં ઓછું જોખમ અને મધ્યમ પ્રકારનું વળતર છે.

યુલિપ ડેટ ફંડ રિટર્ન્સ, ૧૭ માર્ચ, ૨૦૧૮ના રોજ પાંચ વર્ષના વળતર માટે ડેટા અપડેટ કરાયો

વીમા કંપનીઓફંડનું નામ (ડેટ) છેલ્લા પાંચ વર્ષમાં વળતર
એડલવીસ ટોક્યોબોન્ડ ફંડ         ૯.૦૦%
એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સબોન્ડ ફંડ૮.૩૦%
મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સસિક્યોર ફંડ૮.૪૦%
બજાજ એલાયન્ઝલિક્વિડ૭.૫૦%
એચડીએફસી લાઈફઈનકમ ફંડ૭.૫૦%

 

Share This Article