લખનૌ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકાર અને પાર્ટી પર ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટેના આરોપો ઉપર પણ સ્પષ્ટ રીતે જવાબ આપ્યા હતા. મોદીએ શૂટબૂટવાળી સરકારના આરોપ ઉપર પણ વિપક્ષની ઝાટકણી કાઢી હતી. મોદીએ કહ્યું હતું કે એવા પણ લોકો છે જે લોકોના ઉદ્યોગપતિઓ સાથે ફોટાઓ નથી પરંતુ એવા પણ ઉદ્યોગપતિ નથી જેમના ઘરે તેઓ પહોંચતા ન હતા અને તેમના મળતા ન હતા.
મોદીએ એમ પણ કહ્યું હતું કે કેટલાક લોકો આ અંગેની બાબતથી સંપૂર્ણપણે વાકેફ છે. સાથે સાથે વડાપ્રધાને સમાજવાદી પાર્ટીના પર્વ નેતા અમરસિંહની તરફ ઈશારો કરીને કહ્યું હતું કે અમરસિંહની પાસે તમામનો ઈતિહાસ છે. લખનૌમાં બે દિવસના પ્રવાસે પહોંચેલા મોદી લોકસભાની ચૂંટણીને લઈને ઉત્તરપ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે. ફેબ્રુઆરી મહિનામાં આયોજિત ઈન્વેસ્ટર સમિટ દરમિયાન રાજ્યને મળેલા મૂડીરોકાણથી તૈયાર કરવામાં આવેલી યોજના માટે શિલાન્યાસ કરવા પહોંચેલા મોદીએ ઉદ્યોગપતિઓની પણ પ્રશંસા કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે ઉદ્યોગપતિઓનું સન્માન પણ જરૂરી છે. અમે એવા લોકોમાંથી નથી જે લોકો ઉદ્યોગપતિઓની બાજુમાં ઉભા રહેવાથી ભયભિત થાય છે. કેટલાક લોકોને તો દેશના લોકો જોઈ પણ ચુક્યા છે. આવા કોઈ ઉદ્યોગપતિઓની સાથે તેમના ફોટાઓ રહેશે નહીં પરંતુ તેમના ઘરે જઈને સતત મળતા રહે છે. સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહ તરફ મોદીએ ઈશારો કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે દેશના નિર્માણમાં જેટલું યોગદાન ખેડૂતો, બેન્કરો, કારીગરો, મજુરો, સરકારી કર્મચારીઓની હોય છે તેટલી જ મહત્વની ભૂમિકા ઉદ્યોગપતિઓની હોય છે. ઉદ્યોગપતિઓને ચોર અને લૂંટારા કહેવામાં આવે છે. જે બાબત કોઈ કિંમતે ચલાવી શકાય નહીં. તેમણે ઉમેર્યું હતું કે અમે પણ જાણીએ છીએ કે કોણ કોના વિમાનમાં ફરે છે. તેમણે ઉમેર્યું હતું કે જે વ્યક્તિ ખોટુ કરશે તેને દેશ છોડશે નહીં અથવા તો જેલમાં જવું પડશે.
મહાત્મા ગાંધીનો દાખલો આપતા તેમણે કહ્યું હતું કે તેમનું જીવન ખૂબ પવિત્ર રહ્યું હતું. તેમના બિરલા પરિવારની સાથે રહેવામાં કોઈ સંકોચ થયો ન હતો કારણ કે તેમની નીતિ બિલકુલ સ્પષ્ટ હતી. વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે જે લોકોને પ્રજાની સામે ઉદ્યોગપતિઓથી મળવામાં ખચકાટ થાય છે પરંતુ પડદા પાછળ મળવાનું પસંદ છે તેવા લોકોમાંથી અમે નથી. ઉત્તરપ્રદેશમાં ૬૦ હજાર કરોડના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી ચુક્યા છે.