મોબાઇલની જરૂરીયાત દિનપ્રતિદિન સતત વધી રહી છે. આજે દુનિયામાં મોટા ભાગના લોકો પાસે મોબાઇલ ફોન છે. નાના નાના ગ્રામીણ વિસ્તારોમાં પણ તમામ લોકો પાસે આજે મોબાઇલ ફોનની સુવિધા છે. સાથે સાથે મોબાઇલ ફોનમાં પણ એવી એવી સુવિધા આવી ગઇ છે કે લોકોને પોતાના કિંમતી સમયને બચાવી લેવામાં સફળતા મળી રહી છે. હવે તો આધુનિક સમયમાં મોબાઇલ એપ્લીકેશનના માધ્યમથી બિઝનેસને બે ગણાથી પણ વધુ કરવા માટે કામ કરવામાં આવે છે. હાલમાં જ કરવામાં આવેલા વૈશ્વિક સર્વેમાં આ બાબતની માહિતી સપાટી પર આવી છે કે વૈશ્વિક સ્તર પર એક્ટિવ ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ૪૫૦ કરોડથી વધારે સુધી પહોંચી ગઇ છે.
જેમાં મોબાઇલ ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ૩૦૦ કરોડથી વધારે પહોંચી ગઇ છે. આવી સ્થિતીમાં કોઇ પણ કારોબારને ફેલાવી દેવા માટે મોબાઇલ ઇન્ટનેટ મારફતે આગળ વધવાની બાબત ઉપયોગી બની ગઇ છે. સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૨૧ સુધી મોબાઇલ ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં હજુ ૧૮ ટકા કરતા વધારેનો વધારો થનાર છે. એક્ટિવ મોબાઇલ યુઝર્સની વધતી જતી સંખ્યા સ્ટાર્ટ અપના ગ્રોથમાં પણ ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. ૮૦ ટકા મોબાઇલ યુઝર્સ દિવસનો અડધો સમય હવે મોબાઇલ એપ્લીકેશનના ઉપયોગમાં ગાળે છે. જેથી કોઇ સ્ટાર્ટ અપ માટે મોબાઇલ એપની ભૂમિકા ચાવીરૂપ બની ગઇ છે. આપના બિઝનેસનુ કદ કેટલુ પણ હોય તો પણ એક શાનદાર મોબાઇલ એપ આને પરફેક્ટ ગ્રોથ આપી શકે છે. દુનિયાભરની એપ ડેવલપમેન્ટ એજન્સી પણ માને છે કે છેલ્લા ચાર વર્ષના ગાળામાં મોબાઇલ એપ ડેવલપ કરનાર સ્ટાર્ટ અપની સંખ્યામાં ૧૮ ટકા કરતા પણ વધારેનો વધારો થયો છે. જે એક નવા ઉદ્યોગ સાહસિકો માટે સારા સંકેત સમાન છે.
મોબાઇલ એપ માત્ર આપના બિઝનેસના ગ્રોથ માટે જ જરૂરી નથી બલ્કે બ્રાન્ડ પ્રજેન્ટ, પુશ નોટિફિકેશન, યુઝર્સ ઇન્ટરેસ્ટની સાથે તરત જ અપડેશન મોબાઇલ એપ ના મહત્વને પણ વધારી દે છે. એક વેબ પેજ ડાઉનલોડ થવામાં જેટલો સમય લાગે છે તેનાથી અડધા સમયમાં મોબાઇલ એપ ઓપન થઇ જાય છે. જેથી યુવાનોની વચ્ચે એપના સક્સેસ રેટ વધારે છે. કોમર્સથી લઇને હેલ્થ, ઇન્સ્યોરન્સ, એગ્રોટેક, લોજિÂસ્ટક, ફુડ, ટ્રાન્સપોર્ટ સહિત અન્ય સેક્ટરમાં કામ કરી રહેલી કંપનીઓ માટે આ બાબત જાણવી જરૂરી છે કે છેલ્લા એક વર્ષના ગાળામાં મોબાઇલ એપ પર લોકો દ્વારા ૫૭ ટકા કરતા વધારે સમય ગાળવામાં આવ્યો છે. યુવા ઉદ્યોગ સાહસિકો માટે જરૂરી છે કે તેઓ પોતાના સ્ટાર્ટ અપના ગ્રોથ માટે મોબાઇલ એપનો ઉપયોગ કરવાની શરૂઆત કરે . મોબાઇલ એપ ચોક્કસપણે કારોબારને વધારી દેવામાં ઉપયોગી સાબિત થાય છે પંરતુ વેબની તુલનામાં આ ખર્ચાળ સાધન તરીકે છે. જેથી આ બાબતનુ ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે કે તમે જે સેક્ટરમાં કામ કરી રહ્યા છો ટાર્ગેટ કસ્ટમરનુ વર્તન શુ રહેલુ છે. આ ઉપરાંત જા આપના હરિફો પણ મોબાઇલ એપનો ઉપયોગ કરી રહ્યા છે તો કેવા પ્રકારના ફિચર્સનો ઉપયોગ કરી રહ્યા છે. મોબાઇલ એપ એક સતત અપડેટ થનાર પ્લેટફોર્મ તરીકે છે.
જા આપની તરફથી તેના પર સતત સક્રિય રહેવામાં આવશે નહીં તો આ બાબતની પૂર્ણ શક્યતા રહેલી છે કે યુઝર્સ વહેલી તકે તેને ડિલિટ કરી દેશે અથવા તો તેનો ઉપયોગ કરી શકશે નહીં. તેને અનસ્ટોલ કરી શકે છે. મોબાઇલ એપની સર્વિસ સ્ટાર્ટ કરવા માટે તે પહેલા તેના બજેટ મુલ્યાંકનની ખાતરી કરવામાં આવે તે જરૂરી છે. આધુનિક સમયમાં મોબાઇલ એપની બોલબાલા દેખાઇ રહી છે. આ મોબાઇલ એપનો ઉપયોગ કારોબાર અને બિઝનેસને વધારી દેવામાં જાગૃત લોકો તો કરી રહ્યા છે. સાથે સાથે મોબાઇલનો ઉપયોગ કરનાર તમામ કારોબારી પણ આને લઇને વધારે માહિતી ધરાવે તે જરૂરી છે. કારણ કે વહેલી તકે તમામ લોકો સુધી આના કારણે પહોંચી શકાય છે. આવનાર દિવસોમાં આનુ મહત્વ હજુ વધનાર છે.