વોટ્સએપ ના બિઝનેસ વરઝનની એપ્લિકેશન 17 જાન્યુઆરી ના રોજ ફેસબુક દ્વારા લોન્ચ કરવા માં આવી હતી. આ એપ્લિકેશન દ્વારા નાના બિઝનેસ યુનિટ માટે ખાસ પ્રકારે તૈયાર કરવા માં આવી છે. આ એપ્લિકેશન દ્વારા તમે તમારા બિઝનેસ માટે નું અલગ ગ્રુપ , ક્લાયંટ સપોર્ટ અને ટિમ મેનેજમેન્ટ આસાની થી કરી શકશો, તે ઉપરાંત એક મીની સી.આર.એમ જેવું ફંક્શન મોબાઈલ માં ઉપલબ્ધ કરાવવા માં આવશે
આ એપ્લિકેશન ફ્રી રહેશે અને ભવિષ્ય માં પેઈડ થવા ની સંભાવના છે. હાલ માં આ એપ્લિકેશન ફક્ત ગુગલ પ્લે સ્ટોર પાર એન્ડ્રોઇડ ફોન યુઝર માટે લોન્ચ કરવા માં આવી છે, થોડા સમય માં આઈફોન યુઝર માટે પણ લોન્ચ કરવામાં આવશે, તે ઉપરાંત ફિલહાલ તેને નીચે જણાવેલ દેશો માં જ લોન્ચ કરવામાં આવી છે.
~ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા
~ ઇટાલી
~ ઇન્ડોનેશિયા
~ મેક્સિકો અને
~ યુનાઇટેડ કિંગડમ
લોન્ચ દરમિયાન ફેસબુક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જયારે તમે આ એપ્લિકેશન દ્વારા કોલ કે મેસેજ કરશો તો યુઝર ને તમે બિઝનેસ એકાઉન્ટ થી સંપર્ક કરો છો તેની જાણ થશે અને તમારા બિઝનેસ ફોન નંબર પણ લિસ્ટેડ હોવા થી એક વિશ્વસનીયતા કેળવાશે, થોડાજ અઠવાડિયા માં આ એપ્લિકેશન ભારત તથા અન્ય દેશો માં લોન્ચ કરવા માં આવશે, તેનું આઈફોન વર્ઝન પ્રોસેસ માં છે અને ટૂંક સામય માં જ જોવા મળશે,