બિઝનેસ ફાઇનાન્સને વ્યવસ્થિત રાખો

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

બિઝનેસ ફાયનાન્સને વ્યવસ્થિત કરીને સફળતા હાંસલ કરી શકાય છે. પર્સનલ ફાઇનેન્સની જેમ જ આપને નાના ફાઇનેન્સને પણ વ્યવસ્થિત રાખવાની જરૂર હોય છે. કેટલાક ખાસ પગલા લઇને બિઝનેસના નાના ફાઇનાન્સને પણ આરામથી વ્યવસ્થિત રાખી શકાય છે. તેમને ટ્રેક કરી શકાય છે. આ રીતે તમે તમારા બિઝનેસને સફળતાપૂર્વક ચલાવી શકો છો. સાથે સાથે લક્ષ્યને સફળતાપૂર્વક હાંસલ કરી શકાય છે. બિઝનેસ શરૂ કરવાની બાબત ચોક્કસપણે પોતાની રીતે  મોટી બાબત છે. આમાં આપની પાસે લાંબી ટુ ડી લિસ્ટ હોય છે.આમાં સમય સમય પર અલગ અલગ કામો પણ કરવા પડે છે.

આવી સ્થિતીમાં આ તમામની સાથે કામ પાર પાડવા માટેની બાબત પણ સરળ હોતી નથી. જો કે જો બિઝનેસથી વધારે પૈસા મળી રહ્યા નથી તો તે તે એક ઇચ્છાથી વધારે રહેતા નથી. પોતાના નાના બિઝનેસને યોગ્ય રીતે મેનેજ કરવા અને વ્યવસ્થિત રાખવાની બાબત હમેંશા ઉપયોગી સાબિત થાય છે. આના કારણે સફળતા હાંસલ કરી શકાય છે. આનાથી બિઝનેસને સફળતાની દિશામાં લઇને આગળ વધી શકાય છે. પોતાના પ્રોફિટ ગોલને હાંસલ કરવા માટે કેટલાક નક્કર માર્ગ અપનાવવા પડે છે. પર્સનલ ફાઇનાન્સની જેમ જ એવા અનેક તરીકા છે જેના કારણે આપ બિઝનેસ ફાઇનાન્સને વ્યવસ્થિત રાખી શકો છો. સામાન્ય લોકો અને જાણકાર નિષ્ણાંતો કહે છે કે આપના બિઝનેસને વ્યવસ્થિત રાખવા માટે સૌથી પહેલા હાર્ડ કોપીને સોફ્ટ કોપીમાં ફેરવી નાખવામાં આવે તે જરૂરી છે. બિઝનેસને વ્યવસ્થિત કરવા માટે આપને પોતાના મોટા ભાગના ફાઇનાન્સિયલ પેપરવર્કને ડિજિટાઇઝ કરી દેવાની જરૂર હોય છે. તમે તમારા દસ્તાવેજને ડિજિટલી સેવ કરી શકો છો. સાથે સાથે થર્ડ પાર્ટી સર્વિસનો ઉપયોગ કરીને તેમને બચાવી શકાય છે. આપને તમામ ચીજા કોમ્પ્યુટર પર સાચવીને રાખવાની પણ કોઇ જરૂર નથી.

જો તમે કોઇ હાર્ડ કોપી રાખવા માટેની ઇચ્છા ધરાવો છો તો તમે તેને કેટેગરીની દ્રષ્ટિએ વિભાજિત રાખી શકાય છે. તેમને કેબિનેટમાં વ્યવસ્થિત રીતે રાખી શકાય છે. બિઝનેસને સુરક્ષિત રાખવા માટે કેટલાક પગલા જરૂરી હોય છે. બિઝનેસને પોતાના સ્તર પર સુરક્ષાની જરૂર હોય છે. આના માટે આપને પોતાના બિઝનેસ માટે વીમા લેવાની પણ જરૂર હોય છે. આના કારણે તમે તમારા બિઝનેસની એક અલગ ઓળખ ઉભી કરી શકો છો. સાથે સાથે બિઝનેસ ફાઇનાન્સને પણ ખાનગી ફાયનાન્સ કરતા અલગ રાખી શકાય છે. જા તમે ઇચ્છો છો કે એવા ફાઇનાન્સલ મામલા જેના કારણે બિઝનેસ પર માઠી અસર થઇ રહી છે તેનાથી આપની અંગત સંપત્તિ બચી રહે તો આના માટે બિઝનેસને સુરક્ષિત રાખવાની જરૂર હોય છે. આવી રીતે આપ આપના બિઝનેસ ફાઇનેન્સને વધારે વ્યવસ્થિત રાખી શકો છો અને સાથે સાથે સુરક્ષિત પણ રાખી શકો છો. બિઝનેસના નાના ફાઇનાન્સને વ્યવસ્થિત રાખવા માટે આપને આ બાબત જાણવી ખુબ જરૂરી છે કે આપની આવક કેટલી થઇ રહી છે. આપ આપની માસિક, સાપ્તાહિક અને દરરોજની કમાણી કેટલી કરી રહ્યો છો. આ બાબત જાણવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે.

પોતાના બિઝનેસ માટે કેટલી રકમ ઉભી થઇ રહી છે તે બાબત જાણવી જરૂરી છે. આપ આના માટે એક સ્પ્રેડશીટનો ઉપયોગ કરી શકો છો. સાથે સાથે આપ પોતાની કમાણીને કેટેગરીજમાં વિભાજિત કરી શકો છો. આ રીતે તમે કમાણીને ટ્રેક કરી શકો છો. સાથે સાથે પોતાના ફાઇનાન્સને યોગ્ય રીતે વ્યવસ્થિત રાખી શકો છો. પોતાના ખર્ચને ટ્રેક કરવામાં આવે તે બાબત પણ જરૂરી છે. જા તમે તમારી કમાણીના ટ્રેક રાખી રહ્યા છો તો તે બાબત અસરકારક સાબિત થઇ શકે છે. ખર્ચને પણ ટ્રેક કરવાની જરૂર હોય છે. એન્ટરપ્રેન્યોર્સની પાસે કેટલાક જરૂરી ખર્ચ હોય છે. જે ખર્ચને તેમને આપવા જ પડે છે. જેથી તેમના બિઝનેસને આગળ વધારી શકાય છે. આપ પોતાના ટેક્સ પર બિઝનેસના કેટલાક ખર્ચને ઓછા કરી શકો છો. પોતાની ટેક્સેબલ આવકને ઓછી કરી શકો છો.

જે રીતે તમે પોતાની કમાણીને ટ્રેક કરો છો તેવી જ રીતે ખર્ચને પણ ટ્રેક કરી શકો છો. બિનજરૂરી ખર્ચ થઇ રહ્યા છે કે કેમ તે બાબત જાણી શકાય છે. સફળતા માટે બિનજરૂરી ખર્ચ પર અંકુશ રહે તે જરૂરી હોય છે. એન્ટરપ્રેન્યર્સ એ જ ઇચ્છે છે કે તેમની  પૈસા આવવા માટેના તરીકા સરળ રહે. આના માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પહેલા એ નક્કી કરવુ પડશે કે પૈસા તમે કઇ રીતે લેશો. આ એ બાબત પર આધારિત રહે છે કે આપનો બિઝનેસ કેવા આધાર પર ચાલે છે. જો તમે કોઇ સર્વિસ આપી રહ્યા છો તો આપને નિયમિત રીતે સંકલન રાખવાની જરૂર રહેશે. જો તમે કોઇ પ્રોડક્સ વેચી રહ્યા છો તો આપને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ લેવા પડશે. અથવા તો પોતાની વેબસાઇટ પર ઓનલાઇન કાર્ટ ઓપ્શન સેટ  અપ કરવાની જરૂર રહેશે. પેમેન્ટને સરળ બનાવીને બિઝનેસના નાના ફાઇનાન્સને યોગ્ય બનાવી શકો છો. જેમ જ આપના બિઝનેસમાં પૈસા આવવાની શરૂઆત થાય તેમ જ આપને અલગ ફાઇનાન્સ કરવાની જરૂર હોય છે. અંગત અને બિઝનેસ ફાઇનાન્સને હમેંશા અલગ રાખવાની જરૂર હોય છે.

Share This Article