ગાઝિયાબાદમાં બસ અને કાર સામસામે અથડાતા અકસ્માત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મંગળવારને વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર એક સ્કૂલ બસ અને કાર સામસામે ટકરાઈ હતી જે અકસ્માતમાં ૬ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો.

મળતી માહિતી મુજબ, ગાઝિયાબાદના દિલ્હી મેરઠ NH -૯ પર વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમાં મળતી માહિતી મુજબ ગાડીમાં બેઠેલા ૬ લોકોના મોત થા છે. તેમજ ટક્કર એટલી જોરદાર હતી કે કારના ચીથડા ઉડી ગયા છે. કારમાં બેઠેલા લોકોના મૃતદેહ ખરાબ રીતે ફસાઈ ગયા હતા, જે બાદ પોલીસે તેમને બહાર કાઢી હોસ્પિટલ મોકલ્યા હતા. સદનસીબે અકસ્માત સમયે બસમાં કોઈ બાળકો ન હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવની કામગીરી શરુ કરી હતી. 

મીડિયા રીપોર્ટ મુજબ ગાડીમાં સવાર મુસાફરો મેરઠના છે જેઓ પોતાના પરિવાર સાથે ખાટુ શ્યામના દર્શને જઈ રહ્યા હતા જ્યાં રસ્તામાં જ તેમને અકસ્માત નડ્યો અને ૬ના મોત થઈ ગયા હતા. જે ગાડીમાં કુલ ૮ લોકો સવાર હતા જેમાં ચાર પુખ્ત વયના લોકો તેમજ  ચાર બાળકો હતા. જેમાં થી બેની હાલત હજુ ગંભિર છે જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વહેલી સવારને ૭ વાગે દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર બનેલ અકસ્માતની જાણકારી મળી રહી છે કે વિજય નગર ફ્લાયઓવર પર ખોટી દિશામાં આવી રહેલી સ્કૂલ બસે ગાડીને ટક્કર મારી હતી. જેમાં છ લોકોના મોત થયા છે અને બેની હાલત ગંભીર છે.

Share This Article