શિમલા : હિમાચલપ્રદેશના સીરમોર જિલ્લામાં આજે એક સ્કુલી બસ ખણમાં ખાબકી જતા છ વિદ્યાર્થી સહિત સાત લોકોના મોત થયા હતા. આ બનાવમાં ૧૧ વિદ્યાર્થી ઘાયલ પણ થયા હતા. નહાનથી આશરે ૪૦ કિલોમીટરના અંતરે આ દુર્ઘટના સર્જાઈ હતી. ડીએવી પબ્લિક સ્કુલના વિદ્યાર્થીઓ આ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. બસ ચાલકનું પણ મોત થયું છે.
ગ્રેટર નોઈડામાં ગર્લ્સ હોસ્ટેલના લાગી આગ, જીવ બચાવવા છોકરીઓ બીજા માળેથી કૂદવા લાગી
ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગવાની ઘટના બની હતી. ગર્લ્સ હોસ્ટેલમાં આગના બનાવથી સમગ્ર વિસ્તારમાં...
Read more