સામેવાળાને જે લાગવુ હોય તે લાગે આપણે તો આપણાવાળી કરવાના જ.
- જો જો ભૂલી ન જતા કે તમારે રંગ લગાવીને સેલ્ફી વોટ્સએપ ડીપી પર મૂકવાનું છે. નહીં તો તમે સામાજીક પ્રાણી નહીં ગણાવો….બૂરા ના માનો હોલી હૈ…
- જો જો પરાણે ભેગા કરીને ફેમીલી સાથે ફોટો પડાવીને ફેસબુક પર મિત્રોને દેખાડવાનું રહી ન જાય કે તમે હોળી કેટલી એન્જોય કરી…નહીં તો ક્યાંક તમારી ભારતીય નાગરીકતા છીનવાઈ જશે…. બૂરા ના માનો હોલી હૈ…
- જો જો એકાદ સેલિબ્રીટીને કમેન્ટ કરવાનું કે ટ્રોલ કરવાનું રહી ન જાય…નહીં તો તમને કોઈ નોટીસ નહીં કરે કે તમે પણ કંઈક છો… બૂરા ના માનો હોલી હૈ…
- જો જો અઠવાડિયુ થઈ ગયુ અને સરકારને વગોવવાનું રહી ન જાય…નહીં તો લોકોને ખબર કેમ પડશે કે તમારા ઓપિનિયન વગર તો સરકાર ચાલશે જ નહીં… બૂરા ના માનો હોલી હૈ…
- જો જો જેને સન્માન મળ્યુ હોય તેના વિશે આળુ અવળુ વિચારવાનું રહી ન જાય…નહીં તો તમારી લીટી લાંબી કેમની દેખાશે… બૂરા ના માનો હોલી હૈ…
- જો જો તમારી આસપાસ કોઈનાં વખાણ થતાં હોય તો પોતે વચ્ચે પડીને ક્રેડીટ લેવાનું રહી ન જાય, નહીં તો તમારી હોશિયારીને કોણ પૂછશે… બૂરા ના માનો હોલી હૈ…
- જો જો જે કામ કરે છે તેની સામે આંગળી ચીંધવાનું રહી ન જાય, નહીં તો લોકોને ખબર કેમ પડશે કે કંઈ ન કરીને પણ તમે સુપિરિયર છો… બૂરા ના માનો હોલી હૈ…
- ના..ના… આ મારા વાચકમિત્રો માટે નથી…કેમ કે તમે તો આવું નથી કરતાં ને….! આ તો જે કરતાં હોય તેનાં માટે છે. બૂરા ના માનો હોલી હૈ…
Happy Holi
- પ્રકૃતિ ઠાકર