બિહારના સાસારામ શહેરમાં શનિવારે એક અજીબોગરીબ ઘટના થઈ હતી. મુફસ્સિલ પોલીસ ચોકીના મુરાદાબાદ નજીક નહેરમાંથી મોટા સંખ્યામાં ચલણી નોટો મળવાની સૂચના મળી હતી. શનિવારે અચાનક લોકોને ખબર પડી કે, મુરાબાદની નહેરમાં મોટી સંખ્યામાં રોકડ રૂપિયાના બંડલ નાખેલા છે. સૂચના મળતા જ લોકો લૂંટવા માટે દોડવા લાગ્યા. આજૂબાજૂના લોકો પાણીમાં ઉતરીને નોટોના બંડલ લઈને ભાગવા લાગ્યા. મોટાભાગની નોટો ૧૦ અને ૧૦૦ રૂપિયાની હોવાનું કહેવાય છે. કેમ કે નોટ લૂટતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. સૂચના મળતા જ મુફસ્સિલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. નોટોના બંડલ પાણીમાં વહેતા દેખાયા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, સવાર સવારમાં લોકોએ નોટોના બંડલ પાણીમાં તરતા જોયા. આજૂબાજૂના લોકો પાણીમાં ઉતરીને નોટોના બંડલ લૂંટવા લાગ્યા. સવાલ એ છે કે, આખરે આ રોકડ ક્યાંથી આવી. આ નોટ અસલી છે કે નકલી કે પછી જૂની નોટ છે?… આ બધું તપાસ બાદ જ જાણી શકાય છે, પમ હાલમાં આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઘટના સ્થળ પર પોલીસ પહોંચીને ભીડને ખદેડી રહી છે.
પ્રત્યક્ષદર્શી પવન કુમાર તથા અક્ષય કુમારે જણાવ્યું કે, મોટા ભાગની નોટ પાણીમાં રહેવાના કારણે પલળી ગઈ હતી. નોટના બંડલ રસીઓથી બાંધેલા છે. બાંધેલી નોટ મોટા ભાગે ૧૦ની હતી. આજૂબાજૂના લોકો ઘરે લઈ ગયા અને તડકામાં સુકવવા મુકી દીધી હતી. અફરાતફરીમાં નોટોના બંડલ જેમ તેમ વિખેરાઈ ગયા હતા.