લખનૌ : બુન્જેલખંડમાં સુચિત ડિફેન્સ કોરિડોર માટે જમીન ખરીદવાનુ કામ જાન્યુઆરી ૨૦૧૯થી શરૂ કરવામાં આવનાર છે. આની તમામ તૈયારી કરી લેવામાં આવ છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકારે પ્રથમ તબક્કા માટે ૫૦૦ કરોડ રૂપિયાનુ બજેટ આપી દીધુ છે. ડિફેન્સ કોરિડોર માટે ઝાંસી, જાલૌન અને કાનપુરમાં જમીનની ખરીદી કરવામાં આવનાર છે. આ તમામ માહિતી પ્રદેશના ઔદ્યોગિક વિકાસ પ્રધાન સતીશ મહાના દ્વારા આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશ એક્સપ્રેસ વે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી અથવા તો એપીડાએ ડિફેન્સ કોરિડોર માટે આશરે ૫૦૦૦ હેક્ટર જમીનની ઓળખ કરી લીધી છે.
આ ઉપરાંત બુન્દેલખંડ એક્સપ્રેસ વે માટે પણ જમીનની પસંદગી કરી લેવામાં આવી છે. ફેબ્રુઆરીમાં યોજાયેલી ઇન્વેસ્ટર્સ મીટમાં વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ આગરા, અલગઢ, ઝાંસી, ચિત્રકુટ, કાનપુર અને લખનૌમાં ડિફેન્સ કોરિડોર બનાવવા માટેની જાહેરાત કરી હતી. મળેલી માહિતી મુજબ બુન્દેલખંડ એક્સપ્રેસ વેનુ નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પર રાખવામાં આવનાર છે. આનુ નામ અટલ પથ રાખવામાં આવશે.
ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાન દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. એક્સપ્રેસ વે માટે જમીન ખરીદવા માટેની પ્રક્રિયાને જાન્યુઆરીમાં શરૂ કરી દેવામાં આવશે. એક્સપ્રેસ વે રસ્તો ૨૯૪ કિલોમીટર લાંબો બનાવાશે. આ પ્રોજેક્ટ પર આશરે ૩૦૦૦ હજાર કરોડ માત્ર જમીન ખરીદવા પર ખર્ચ કરવામાં આવનાર છે. ઉપરાંત ૧૧ હજાર કરોજ રૂપિયા રસ્તાના નિર્માણ પર ખર્ચ કરવામાં આવનાર છે. ત્રણ જિલ્લામાં જમીન ખરીદવાની પ્રક્રિયા હાથ ધરાશે.