ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આ વખતે લોકસભાની ચૂંટણીમાં વર્ષ ૨૦૧૪ કરતા વધારે સીટો જીતવાના દાવા કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે વર્ષ ૨૦૧૪માં જે પ્રકારની મોદી લહેર હતી તેના કરતા પણ પ્રચંડ લહેર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જા કે કેટલાક રાજકીય પંડિતો આ બાબત સાથે સહમત દેખાઇ રહ્યા નથી. મોદી લહેરની ચોથા તબક્કામાં યોજાનાર મતદાનમાં કસોટી થનાર છે. બુન્દેલખંડની ચાર સીટ પર મોદી મેજિકની અસલી કસોટી થનાર છે. અહીં ચારેય સીટ જીતીને છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચી દીધો હતો. આ વખતે તેની સામે પ્રદર્શનનુ પુનરાવર્તન કરવાની બાબત મુશ્કેલરૂપ દેખાઇ રહી છે. આ વખતે જે Âસ્થતી છે તે પહેલા કરતા અલગ પ્રકારની સ્થિતી છે.
વર્ષ ૨૦૧૪માં બુન્દેલખંડની ચાર સીટ પર શાનદાર જીત મેળવી લીધા બાદ હવે ચોથા તબક્કામાં મતદાન થનાર છે ત્યારે મોદી મેજિક પર તમામની નજર રહેનાર છે. બુન્દેલખંડની વાત કરવામાં આવે તો અહીંની જાલોન સીટ પર ત્રિકોણીય સ્પર્ધા દેખાઇ રહી છે. અહીંથી ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ચૂંટણીમાં સાંસદ તરીકે રહેલા ભાનુપ્રતાપ વર્માને રિપિટ કર્યા છે. તેમની તુલનામાં બસપના ગઠબંધનના ઉમેદવાર તરીકે નવા ચહેરા તરીકે અજય સિંહ પંકજ છે. આવી જ રીતે કોંગ્રેસ તરફથી આ સીટ પર બસપના જુના નેતા લોકસભા અને રાજ્યસભાના સાંસદ તરીકે રહેલા બૃજલાલ ખાબરીને ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે. ભારતીય જનતા પાર્ટીના મોદી મેજિકની કસોટી ઝાંસી-લલિતપુર સંસદીય સીટ પર થનાર છે. કારણ કે શહેરભરમાં હજુ સુધી લાગેલા પ્રચાર હો‹ડગને જાઇને એમ લાગે છે કે ઝાંસીમાંથી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ચૂંટણી મેદાનમાં છે. હકીકતમાં અહીંથી પાર્ટીએ હજુ સુધી રાજનીતિથી ખુબ દુર રહેલા ઉદ્યોગપતિ અને દવા કારોબારી અનુરાગ શર્માને મેદાનમાં ઉતારી દીધા છે. જોકે તેમના પિતા વિશ્વનાથ શર્મા બે વખત સાંસદ તરીકે રહી ચુક્યા છે. તેમના પિતા એક વખત કોંગ્રેસમાંથી અને બીજી વખત ભાજપમાંથી સાંસદ તરીકે રહ્યા હતા.
તેમના નાગપુર કનેક્શનના કારણે તેમને ટિકિટ મળી ગઇ છે. પોતાની લાઇફમાં પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં રહેલા અનુરાગ શર્મા આશાવાદી દેખાઇ રહ્યા છે. અનુરાગ શર્માની સામે કેટલીક સમસ્યા રહેલી છે. તેમની સામે કેટલાક નવા પડકારો છે. સૌથી મોટી અને પહેલી તકલીફ તેમની સામે એ છે કે પાર્ટીના કાર્યકરો સાથે તેમના કોઇ સંબંધ રહ્યા નથી. જેથી તેમની સામે પાર્ટીના કાર્યકરો સાથે જોડાણ કરવામાં તકલીફ આવી રહી છે. જો કે તેમની ચૂંટણીની મોટી જવાબદારી મોટા નેતાઓ પર નાંખવામાં આવી છે. હમીરપુર સીટ પરથી ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન સાંસદ પુષ્પેન્દ્રસિંહ ચંદેલને ટિકિટ આપી દીધી છે.
અલબત્ત અહીં પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઉતરતા પહેલા જ પૂર્વ સાંસદ રાજનારાયણ બુધોલિયા અને રાઠના નગરપાલિા અધ્યક્ષ શ્રીનવાસ બુધોલિયાને પાર્ટીમાં સામેલ કરીને તેની Âસ્થતી મજબુત કરી છે. આ ઉપરાંત છેલ્લી ચૂંટણીમાં અહીંથી બસપના ઉમેદવાર રાકેશ ગોસ્વામી પણ આ વખતે ભાજપમાંથી મહોબાથી ધારાસભ્ય તરીકે છે. જેથી કોઇ મોટા ઉલટફેર થવાની શક્યતા ઓછી દેખાઇ રહી છે. અહીં ભારતીય જનતા પાર્ટીની Âસ્થતી મજબુત જણાવવામાં આવી રહી છે.આ વખતે આ સીટ પર ગઠબંધન હેઠળ બસપ દ્વારા પ્રીતમ સિંહલોધીને મેદાનમાં ઉતાર્યા છે. અહીં મુખ્ય ટ્કકર ભાજપ અને ગઠબંધન વચ્ચે દેખાઇ રહી છે. ભારતીય જનતા પાર્ટીની સામે બાંદામાં સ્પર્ધા વધારે જટિલ છે. પાર્ટી દ્વારા ભેરોપ્રસાદ મિશ્રને ટિકિટ આપવાના બદલે તેમની જગ્યાએ આ વખતે આરકે પટેલને ટિકિટ આપી દીધી છે. ભેરોપ્રસાદ ટિકિટ ન મળવાના કારણે પાર્ટી ઓફિસ પર જ ધરણા કરીને દેખાવ કરી ચુક્યા છે. પટેલની સામે એક ખથરો કોંગ્રેસી ઉમેદવાર બાલ કુમાર પટેલ છે. સમાજવાદી પાર્ટીએ અહીંથી પૂર્વ સાંસદ શ્યામાચરણ ગુપ્તાને ટિકિટ આપી દીધી છે. એકંદરે મોદી મેજિકની કસૌટી થનાર છે. છેલ્લી ચૂંટણીમાં મોદી મેજિક વચ્ચે ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને મોટા ભાગની સીટો જીતી લીધી હતી. હવે આ વખતે ગઠબંધના કારણે તેની સામે તકલીફ આવી શકે છે તેમ કેટલાક રાજકીય પંડિતો કહી રહ્યા છે.