બુમરાહ છવાયો : ઓસ્ટ્રેલિયા માત્ર ૧૫૧ રન બનાવી આઉટ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મેલબોર્ન:  મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ તેના પ્રથમ દાવમાં માત્ર ૧૫૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ ભારતને પ્રથમ ઇનિગ્સના આધાર પર ૨૯૨ રનની લીડ મેળવી લીધી હતી. બુમરાહે ૩૩ રન આપીને છ વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમની જીત હવે નિશ્ચિત બની રહી છે. બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતના પ્રથમ દાવમાં સાત વિકેટે ૪૪૩ રન દાવ ડિકલેરના જવાબમાં પ્રવાસી ઓસ્ટ્રેલિયાની ટીમે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના આઠ રન કર્યા હતા.

આજે આગળ રમતા યજમાન ટીમના ખેલાડીઓ મેદાનમાં ટકી શક્યા ન હતા. એક પછી એક વિકેટ ઝડપથી ગુમાવી હતી. ભારત તરફથી વર્તમાન શ્રેણીમાં ચેતેશ્વર પુજારાએ બીજી સદી કરી હતી. પ્રથમ દિવસે ભારતે ખુબ ધીમી બેટિંગ કરી હતી. ૮૯ ઓવરમાં ભારતે માત્ર ૨૧૫ રન કરતા ક્રિકેટ ચાહકોમાં આની ચર્ચા જાવા મળી હતી. મેલબોર્ન ટેસ્ટમાં ભારતીય કેપ્ટન કોહલીએટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનિંગમાં આવેલા મયંક અગ્રવાલે પોતાની કુશળતા દર્શાવી હતી. તે ૭૬ રન કરીને આઉટ થયો હતો. ટેસ્ટ પ્રવેશમાં અડધી સાથે ટે નવો રેકોર્ડ બનાવી ગયો હતો.

અત્રે નોંધનીય છે કે પર્થના મેદાન ખાતે રમાયેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચના પાંચમા અને અન અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓ જીતવા માટેના ૨૮૭ રનના ટાર્ગેટ સામે કોઇ પણ સંઘર્ષ કર્યા વગર આઉટ થઇ જતા કરોડો ક્રિકેટ ચાહકોમાં નિરાશાનુ મોજુ ફેલાઇ ગયુ હતુ. ભારતીય ટીમ પર આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ૧૪૬ રને મોટી જીત મેળવી હતી. આની સાથે જ ટેસ્ટ શ્રેણી હવે ૧-૧થી બરોબર થઇ ગઇ હતી.તે પહેલા   એડિલેડ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ  જીતીને  પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી. જો કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી.બુમરાહે આજે સવારમાં ઘાતક બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા હતા.

Share This Article