બુલેટ ટ્રેનને લઇને અનેક પ્રશ્નો

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

આંતરરાષ્ટ્રીય આર્થિક સલાહકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં બુલેટ ટ્રેન પર ખર્ચ ૨૫૦ કરોડ રૂપયા પ્રતિ કિલોમીટરની આસપાસ થવાની શક્યતા દેખાઇ રહી છે. આશરે ૪૧૫ કિલોમીટર લાંબા મુંબઇ અને અમદાવાદ રૂટ પર ખર્ચનો આંકડો આશરે એક લાખ કરોડ રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે. આ માર્ગ પર યાત્રી ભાડુ આશરે ૩૦૦૦ રૂપિયા રહેવાની શક્યતા છે. હાલમાં ભાડા અને ખર્ચને લઇને ગણતરી ચાલી રહી છે. આર્થિક રીતે બુલેટ ટ્રેન એક વખતે જ લાભનો સોદો થશે ત્યારે મોટી સંખ્યામાં લોકો સમગ્ર દિવસ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરશે. જ્યારે મુંબઇ-અમદાવાદ વચ્ચે વિમાનીભાડુ બે હજાર રૂપિયા છે ત્યારે કેટલા લોકો એવા હશે જે ત્રણ હજાર રૂપિયા ખર્ચ કરીને બુલેટ ટ્રેનથી યાત્રા કરવાનુ પસંદ કરશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર હાલમાં કામ ચાલી રહ્યુ છે. આ કામ ઝડપથી આગળ પણ વધી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આને ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે. આ રૂટ પર યાત્રી ભાડુ ૩૦૦૦ રાખવાની હિલચાલ ચાલી રહી છે.

આર્થિક રીતે તેનાથી ફાયદો થશે કે કેમ તેની ચર્ચા હાલમાં લાંબા સમય સુધી રહી શકે છે. વિમાની યાત્રા માટેનુ ભાડુ પણ આ ટ્રેનના ભાડા કરતા ઓછુ છે ત્યારે આ ટ્રેનમાં મુસાફરી કોણ કરશે તે મોટો પ્રશ્ન છે. સામાન્ય રીતે વિકસિત દેશોમાં અને કેટલાક વિકાસશીલ દેશોમાં બુલેટ ટ્રેન એ વખતે સફળ રહી છે જ્યારે તેમાં દિવસ દરમિયાન વધારે સંખ્યામાં યાત્રી યાત્રા કરે છે. સાથે સાથે યાત્રી ભાર એટલો હોય કે દર ૧૦ મિનિટમાં એક ટ્રેન દોડાવવામાં આવે તો આ પ્રોજેક્ટને સફળ ગણી શકાય છે. સાથે સાથે ભાડુ પણ ઓછુ હોય તો તેને વધારે સફળતા મળી શકે છે. જાપાનની બુલેટ ટ્રેન સેવા ટોકિયો અને ઓસાકા વચ્ચે ચાલે છે. ભારે વસ્તી ધરાવતા આ ક્ષેત્રમાં બનાવવામાં આવેલી આ સુવિધા ઉપયોગી સાબિત થઇ રહી છે. અહીં સાડા ચાર કરોડથી વધારેની વસ્તી છે. ટોકિયો અને ઓસાકા વચ્ચે અંતર ૫૧૫ કિલોમીટર છે. જેને બુલેટ ટ્રેન ત્રણ કલાકના સમયમાં કાપે છે. સાથે સાથે વચ્ચે માત્ર બે સ્ટેશન પર રોકાય છે. ટ્રેનની ગતિ ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. દરેક ટ્રેનમાં ૧૬ બોગી છે. ૧૩ ટ્રેનો દર કલાકે ચાલી રહી છે.

યુરોપમાં પણ વધારે વસ્તી ધરાવતા ક્ષેત્રોમાં વિમાની ભાડાની તુલનામાં બુલેટ ટ્રેન ભાડુ ઓછુ હોવાના કારણે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવાનુ લોકો પસંદ કરે છે. દક્ષિણકોરિયામાં શિયોલ અને બુસાન વચ્ચે બુલેટ ટ્રેન દોડે છે. આ ટ્રેનમાં ૭૦ ટકા યાત્રી મુસાફરી કરે છે. ફ્રાન્સીસી હાઇ સ્પીડ રેલ પેરિસ અને લિયો લાઇન પર શરૂ કરવામાં આવી છે. આ માર્ગ ૪૫૦ કિલોમીટર વચ્ચે છે. મુખ્ય રીતે પરમાણુ ઉર્જા પર આધારિત હોવાના કારણે બુલેટ ટ્રેન અપેક્ષા કરતા સસ્તી છે. ફુકુસીમા  હોનારત પહેલા જાપાનમાં પણ બુલેટ ટ્રેન પરમાણુ ઉર્જા પર આધારિત હતી.  અમેરિકામાં પણ લોસ એન્જલસ અને સેન ફ્રાન્સીસકો વચ્ચે બુલેટ ટ્રેન ચાલે છે. જો કે ૫૮ અબજ અમેરિકી ડોલરની જંગી રકમ ખર્ચ કરવા માટે સેનેટે મંજુરી આપી ન હતી. સ્પેન અને આર્જેન્ટિનામાં પણ વધતી જતી બેરોજગારી વચ્ચે આ યોજનાને મંજુરી મળી શકી નથી. શુ ભારતમાં આ પ્રકારની સમસ્યાને ઉકેલી લેવામાં આવી છે.

જ્યાં માનવી અને પશુ રેલવે લાઇનમાં ઘુસી જાય છે. કેટલીક રેલ દુર્ઘટનામાં સેંકડો લોકોના મોત થઇ જાય છે. આવી સ્થિતીમાં બુલેટ ટ્રેન ચલાવવા અને મોટી માત્રામાં ખેડુતો પાસેથી જમીન અધિગ્રહણ કરવાની બાબત યોગ્ય છે કે કેમ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને હવે ઘણુ કામ કરવામાં આવી ચુક્યુ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર આગળ વધતા પહેલા કેટલાક મુદ્દાને ઉકેલી લેવાની જરૂર છે.બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એક સપનુ છે અને જરૂરી છે. પંરતુ બીજા તેની સાથે જાડાયેલા મામલાને હાથ ધરવાની જરૂર છે. એક શક્તિશાળી દેશમાં તમામ પ્રકારની બાબતો હોવી જોઇએ તેમ સરકાર માને છે તેની આ ગણતરી બરોબર છે પરંતુ કેટલાક દેશો કેમ આ પ્રોજેક્ટને હાથ ધરી શક્યા નથી તેમાં પણ Îયાન આપવાની જરૂર છે.

Share This Article