બુલેટ ટ્રેન : જમીન અધિગ્રહણ હવે એક જટિલ સમસ્યા બની

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટેને વહેલી તકે પૂર્ણ કરવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતાં નવી નવી સમસ્યા આવી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણની સામે જિલ્લાના ખેડુતોની નારાજગી ઓછી થઇ રહી નથી. એકબાજુ સરકાર પ્રોજેક્ટને લઇને ઝડપથી આગળ વધવા માટે ઉત્સુક છે. બીજી બાજુ ખેડુતો જમીન અધિગ્રણને લઇને વાંધો ઉઠાવી રહ્યા છે. ખેડુતો સૌથી વધારે જમીનના વળતરને લઇને પરેશાન થયેલા છે.

ખેડુતો હવે આંદોલન કરવાના મુડમાં પણ દેખાઇ રહ્યા છે. નવસારી જિલ્લાના ચાર તાલુકાના ૨૮ ગામોમાંથી બુલેટ ટ્રેન પસાર નાર છે. તમામ ગામના ખેડુતોએ પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણ માટે જમીનની માપણીનો જોરદાર  વિરોધ કર્યો હતો. તેમ છતાં ૨૩ ગામમાં જમીનની માપણી કરવામાં આવી હતી. જ્યારે આમડપોર, પાટી, પરથાણ, વેજલપુર અને કેસલી ગામમાં ખેડુતોએ જમીનની માપણીને મંજુરી આપી ન હતી.

ખેડુતોના વિરોધના કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે જોડાયેલી જાપાનની કંપનીના પ્રતિનિધીઓ દ્વારા પણ ખેડુતો સાથે વાતચીત કરી હતી.હાલમાં નારાજથયેલા તમામ ખેડુતોનેસમજાવવાના પ્રયાસ કરવામાં આવી ચુક્યા છે. બીજી બાજુ ખેડુતોના વિરોધના કારણે સરકાર વધારે ચિંતાચુર દેખાઇ રહી છે. વળતરની રકમને લઇને વધારે દુવિધાજનક સ્થિતી છે.

Share This Article