નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજના માટે જમીન અધિગ્રહણ માટેની સમય મર્યાદા પૂર્ણ થઈ ચુકી છે. હજુ સુધી જરૂરી ૧૩૮૭ હેક્ટર જમીન પૈકી માત્ર ૩૯ ટકા જમીન અધિગ્રહણની કામગીરી પૂર્ણ થઈ શકી છે. રાષ્ટ્રીય હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિડેટના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, હજુ ઘણી બધી કામગીરી બાકી દેખાઈ રહી છે. તેમણે કહ્યું છે કે, રાષ્ટ્રીય હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિડેટના એક વરિષ્ઠ અધિકારીના દ્વારા આપવામાં આવેલી માહિતી પુરતી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના જરૂરી ૧૩૮૭ હેક્ટર જમીન પૈકી ૫૩૭ હેક્ટર જમીન પર અધિગ્રહણની કામગીરી પૂર્ણ થઈ શકી છે. ગુજરાતમાં એનએચએસઆરસીએલ દ્વારા ૯૪૦ હેક્ટ જમીનમાંથી ૪૭૧ હેક્ટર જમીનનુ અધિગ્રહણ થઈ ચુક્યુ છે. જે પૈકી મહારાષ્ટ્રમાં ૪૩૧ હેક્ટર જમીન પૈકી ૬૬ હેક્ટર જમીનનુ અધિગ્રહણ થઈ ચુક્યુ છે.
તેમણે કહ્યું છે કે, દાદરા અને નગર હવેલીમાં જરૂરી ૯ હેક્ટર જમીન પૈકી સરકાર જમીનનો એક હિસ્સો પણ મેળવી શકતી નથી. સરકારે જમીન અધિગ્રહણના વિરોધ વચ્ચે આ સમસ્યાનો ઉકેલ લાવવા ડિસેમ્બર-૨૦૧૮ સુધી એક સમય મર્યાદા નક્કી કરી હતી. મોદી અને જાપાની સમકક્ષ શિંજા આબે દ્વારા ૧૪મી સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે ૧.૦૮ લાખ કરોડ રૂપીયા અથવા તો ૧૭ અબજ ડોલરની ૫૦૮ કિલોમીટર લાંબી મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ યોજનાની આધારસિલા મુકી હતી. પ્રોજેક્ટને ૨૦૨૨ સુધી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જાપાની આંતરરાષ્ટ્રીય સંસ્થા અને કેન્દ્રિય રેલવે મંત્રાલય દ્વારા યોજનાને આશિંક રીતે નાણા આપવા માટે જાપાની સાથે ૫૦૮ કિલોમીટરની મહત્વકાંક્ષી યોજના માટે સમજુતી થઈ હતી.
અધિકારીના કહેવા મુજબ રેલવે દ્વારા ટનલિંગ બોરિંગ મશીન અને ન્યૂ આસ્ટ્રિયન ટનલિંગ મેથડનો ઉપયોગ કરીને મહારાષ્ટ્રમાં બાંન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ અને શિલફાટા વચ્ચે મુંબઈ ભૂમિગત સ્ટેશન માટે ટેસ્ટીગ અને કમિશનિંગ સહિત ટનલિંગ કાર્યોના નિર્માણ માટે ટેન્ડર આમંત્રિત કરવામાં આવ્યા હતા. અધિકારીઓના કહેવા મુજબ મુંબઈમાં બોઈસર અને બીકેસી વચ્ચે ૨૧ કિલોમીટર લાંબી એક સુરગ બનાવવામાં આવશે. જેમાં ૭ કિલોમીટરનો હિસ્સો દરિયામાં રાખવામાં આવશે. મુંબઈ અને અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે મહારાષ્ટ્ર-ગુજરાત સરહદના જરોલી ગામ અને ગુજરાતના વડોદરાની વચ્ચે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે ૨૩૭ કિલોમીટર લાંબી મેન લાઈનના ટેસ્ટિંગ અને કમીશનિંગ સહિત સિવિલ અને બિલ્ડિંગ કાર્યોના ડિઝાઈન તૈયાર કરવામાં આવશે. જે યોજનાની કુલ લંબાઈ ૪૭ ટકા છે. ૨૮૦ મીટર સુધી એક પહાડી સુરંગ બનાવવામાં આવશે. ૩૦ માર્ગો અને મહેર ક્રોશીંગને છોડીને ઉચા લેવલ ઉપર લઈ જવાશે. ગુજરાતના વાપી-બિલીમોરા અને સુરત તથા ભરૂચમાં સ્ટેશન બનાવવા માટે ટેન્ડર આમંત્રિત કરવામાં આવ્યા છે.
અમદાવાદના સાબરમતી હબમાં જુદા જુદા સ્થળો ઉપર યુટિલિટી ડાયવર્ઝન પર કામ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનના બે કલાકમાં ૫૦૮ કિલોમીટરના અંતરને કવર કરીને ૩૫૦ કિલોમીટર પ્રતિ ઝડપથી દોડાવવામાં આવશે. હાલમાં આ રૂટ પર ચાલતી ટ્રેનનો પહોંચવામાં સાત કલાક લાગે છે. જ્યારે વિમાનમાં એક કલાક લાગે છે.