બુલેટ ટ્રેન દોડાવવા ૨૮ ડ્રાઇવરોની ભરતી કરાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ૨૮ ડ્રાઇવરોની ભરતી કરવામાં આવનાર છે. સાથે સાથે સ્ટેશન સંચાલન, ટ્રેન ઓપરેશન, રોલિંગ સ્ટોક, સિગ્નલિંગ, ટેલિ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રીકલ અને ટ્રેક સહિત અન્ય કર્મચારીઓની પણ ભરતી કરવામાં આવશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવનાર છે. આ કર્મચારી મુંબઈમાં બાંદરા-કુર્લા કોમ્પ્લેક્ષમાં અને અમદાવાદમાં સાબરમતી રેલવે સ્ટેશન ખાતે રહેશે. આશરે ૫૦૦ કિલોમીટરના અંતર માટે બુલેટ ટ્રેન દોડાવવામાં આવનાર છે. કર્મચારી સંચાલન અને જાળવણીની જવાબદારી આ લોકો સંભાળશે. ૨૮ ડ્રાઇવરોની ભરતી ટૂંકમાં જ કરાશે.

Share This Article