બજેટ પહેલા મોદીની નિષ્ણાંતની સાથે ચર્ચા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્થિક વિકાસ દરને વેગ આપવા અને રોજગાર વધારી દેવાના મામલે દેશના નિષ્ણાંતો અને અર્થશાસ્ત્રીઓ સાથે વાતચીત કરશે. આર્થિક નીતિ પર દેશના મુખ્ય અર્થશાસ્ત્રીઓ સાથે વાતચીત કરનાર છે. આ વાતચીત ૨૨મી જુનના દિવસે યોજાનાર છે. જેમાં જુદા જુદા પ્રધાનો, નીતિ આયોગના અધિકારી, પ્રમુખ અર્થશાસ્ત્રીઓ, જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો, ઉદ્યોગપતિ સામેલ થશે. આ બેઠક હાલમાં જારી જીડીપીના આંકડા જારી કરવામાં આવ્યા બાદ યોજાનાર છે. વર્ષ ૨૦૧૮માં બેરોજગારી ૪૫ વર્ષની ઉંચી સપાટી પર પહોંચી ગઇ છે. બેરોજગારીનો આંકડો ૬.૧ ટકા સુધી પહોંચી ગયો છે. નવી સરકાર રોકાણને વધારી દેવા માટે જારદાર રીતે કટિબદ્ધ છે.

Share This Article