નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આજે તેની વર્તમાન અવધિ માટે અંતિમ વચગાળાનુ બજેટ રજૂ કર્યુ હતુ. જેમાં તમામ વર્ગને રાજી કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. નાણાં પ્રધાન પિયુષ ગોયલે બજેટ રજૂ કરતી વેળા અનેક યોજનાઓનો વરસાદ કર્યોહતો. ચૂંટણી વર્ષમાં બજેટ રજૂ કરતા ગોયલે કહ્યુ હતુ કે આ બજેટ દેશની વિકાસ યાત્રાનો માધ્યમ છે. બજેટમાં પિયુષ ગોયલે આવકવેરા મુક્તિ મર્યાદામાં જંગી વધારો કર્યો હતો. બજેટ રજૂ કરતી વેળા આવકવેરા મુક્તિ મર્યાદાને વધારીને પાંચ લાખ કરી હતી. આની સાથે જ પગારદાર વર્ગમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ.ગોયલે બજેટની શરૂઆતમાં સરકારની યોજના રજૂ કરી હતી. સરકારની સિદ્ધીઓનો ઉલ્લેખ કર્યો હતો. ગોયલે ગ્રામીણ માર્ગો માટે ૯૮ હજાર કરોડ આપવાની જાહેરાત કરી હતી આયુષ્માન ભારત યોજનાની જાહેરાત કરતા તેમણે હતુ કે આ સૌથી મોટી આરોગ્ય યોજના છે.
આ યોજના હેટળ હજુ સુધી ૧૦ લાખ લોકોને સારવાર મળી ચુકી છે. આવકવેરા મુÂક્ત મર્યાદામાં મોટી જાહેરાત કરવામાં આવી હતી. દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમની વાત કરતા તેમણે કહ્યુ હતુ કે આગામી દિવસોમાં આ સ્કીમના લાભ વધુને વધુ લોકો લઇ શકે છે. ખેડુતો માટે મોટીજાહેરાત કરતા બજેટમાં કહેવામાં આવ્યુ છે કે સરકારે ૨૨ પાક માં ખર્ચથી વધારે ૫૦ ટકા એમએસપી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ખેડુતોની આવક બે ગણી થાય તે દિશામાં પહેલ કરવામાં આવી રહી છે. હવે નાના અને મધ્યમ ખેડુતોને આવક વધારી દેવાની તક મળશે, બે હેક્ટર જમીન ધરાવતા ખેડુતના ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા જમા કરવામાં આવનાર છે. આશરે ૧૨ કરોડ ખેડુત પરિવારને આના કારણે ફાયદો થશે. સરકારે રાષ્ટ્રીય કામધેનુ યોજનાની જાહેરાત કરી છે. શ્રમિકો માટે મોટી જાહેરાત રૂપે ગ્રેચ્યુટીની મર્યાદાને ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૨૦ લાખ કરી દેવામાં આવી છે. સરકારની ૨૧ હજાર રૂપિયાની કમાણી કરનારને સાત હજાર રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સંરક્ષણ માટે ફાળવણીમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. બજેટને ત્રણ લાખ રૂપિયા કરવાની આજે જાહેરાત કરવામાં આવી હતી. રેલવેના ક્ષેત્ર માટે પણ કેટલીક જાહેરાત કરી હતી. ટેક્સ ચુકવતા લોકોની સંખ્યામાં વધારો થયો હોવાની જાહેરાત કરી હતી.બજેટમાં ગામ, ગરીબ , ખેડુત અને પગારદાર વર્ગ તમામને ધરખમ રાહતો આપી છે. મોદી સરકારની વર્તમાન અવધિ માટેનુ અંતિમ બજેટ રજૂ કરતી વેળા એકબાજુ ખેડુતો, ગરીબો અને મહિલાઓ માટે અનેક મોટી જાહેરાતો કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં છે.
બજેટ રજૂ કરતી વેળા ગોયલે ધારણા પ્રમાણે જ કૃષિ, ગ્રામીણ વિસ્તારો, શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના ક્ષેત્રમાં અનેક મોટી જાહેરાત કરી હતી. તમામ વર્ગને રાજી કરવાના ઇરાદા સાથે અનેક જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં કૃષિ અને વિસ્તારો તેમજ ખેડુત માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં ખેડુતો માટે અનેક યોજના જાહેર કરી હતી. તેમણે કહ્યુ હતુ કે સરકારે આગામી ખરીફના પાકને ઉત્પાદન કરતા ઓછામાં ઓછી દોઢ ગણી વધારે કિંમતમાં ખરીદવાનો નિર્ણય કર્યો છે. દેશના ખેડુતોની આવકને વધારીને વર્ષ ૨૦૨૨ સુધી બે ગણી કરવાની દિશામાં આ પગલા લેવામાં આવી રહ્યા છે. ખેડુતોની આવકને બે ગણી કરવા માટે સરકારની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે વર્તમાન સરકાર ખેડુતોને તેમના ખર્ચ કરતા દોઢ ગણી રકમ આપશે. આની ખાતરી કરવા માટે બજાર કિંમત અને એમએસપીમાં અંતરની રકમને સરકાર ઉપાડશે