બજેટ : ખેતી માટે કેટલીક મોટી જાહેરાત થઇ શકે છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : સામાન્ય બજેટ આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે બજેટમાં શુ આવશે અને શુ નહીં આવે તેની લઇને નિષ્ણાંતોમાં ચર્ચા ચાલી રહી છે. સતત બીજી વખત લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે જીત મેળવી લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પાસેથી ખુબ સારા બજેટની અપેક્ષા લોકો રાખી રહ્યા છે. સામાન્ય બજેટમાં આ વખતે કૃષિ ક્ષેત્ર માટે કેટલીક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૨૨ સુધી ખેતીથી થનાર આવકને બે ગણી કરવાના હેતુથી સરકાર આગળ વધી રહી છે અને આ દિશામાં જ પગલા લેવામાં આવી રહ્યા છે. સરકાર આ વખતે બજેટમાં રોકાણને વધારી દેવા માટે એગ્રીકલ્ચર લોન માટે ભથ્થા ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત દેખાઇ રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ખેતીમાં કેપિટલ ફોર્મેશન એક રીતે રોકાઇ ગયો છે.

આવનાર બજેટમાં ખેતી માટે કેટલીક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. ખેતીમાં લોન્ગ ટર્મ ફાયદા માટે સરકારને પાંચ વર્ષના ગાળા દરમિયાન ઇનકમ સપોર્ટ ૬૦૦૦ રૂપિયાથી ૮૦૦૦ રૂપિયા કરવામાં આવે તેવી શક્યતા છે. લોકોને ફીડ ગુડ અનુભવ થાય તે માટેના પ્રયાસ થઇ રહ્યા છે. નિષ્ણાંત લોકો કહે છે કે ઇનકમના ૭ેત્રમાં સુધારા માટે ઇનક્મ સપોર્ટ જરૂરી છે. દેશમાં ૧૪ કરોડ ખેડુતોના જીવન નિર્વાહ માટે જરૂરી છે. રિપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે ખેડુતોને લાંબા સમય ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે મોટા સ્તર પર ઇનકમ સપોર્ટ આપવામાં આવે તેવી શક્યતા છે. રિપોર્ટમાં કરવામાં આવેલી ગણતરી મુજબ જા ટર્મિનલ યરમાં ઇનકમ સપોર્ટ ૬૦૦૦ રૂપિયાથી વધારીને ૮૦૦૦ રૂપિયા કરવામાં આવી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં હજુ ત્રણ પ્રકારના પાકને કવર કરવામાં આવે છે. બીજી અવધિના તેના પ્રથમ બજેટમાં સરકાર જુદા જુદા વર્ગને ચોક્કસપણે કોઇ ભેંટ આપી શકે છે. નવા નાણાંપ્રધાન નિર્મલા સીતારમન ખુબ જ કુશળ હોવાથી તેમની પાસેથી જારદાર બજેટની અપેક્ષા રાખવામાં આવી રહી છે.પાંચમી જુલાઇના દિવસે બજેટ રજૂ કરવામાં આવનાર છે.  બજેટ નિર્માણની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.

Share This Article