નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પહેલી ફેબ્રુઆરીના દિવસે વચગાળાનું બજેટ રજૂ કરવા જઇ રહી છે. સરકારે સંકેત આપ્યા છે કે, આ બજેટને સંપૂર્ણ બજેટ તરીકે રજૂ કરવામાં આવનાર છે. જો કે, આ બજેટમાં લેવામાં આવનાર પગલાને લઇને નવી ચર્ચા છેડાઈ ગઈ છે. આ બજેટમાં શ્રેણીબદ્ધ ટેક્સ રાહતો અને સાથે સાથે ખેડૂતોને મુશ્કેલીમાંથી બહાર કાઢવાના વિવિધ પગલા જાહેર થઇ શકે છે. નરેન્દ્ર મોદી સરકાર સામાન્ય ચૂંટણી પહેલા અંતિમ બજેટ વર્તમાન અવધિમાં રજૂ કરવા જઈ રહી છે. બજેટમાં કયા પગલા જાહેર થઇ શકે છે તે નીચે મુજબ છે.
- મોદી સરકારના વર્તમાન અવધિના અંતિમ બજેટમાં મધ્યમ વર્ગના લોકો માટે અનેક જાહેરાતો થશે
- મધ્યમ વર્ગના લોકો માટે ટેક્સ રાહતોની જાહેરાત થઇ શકે
- ગ્રામિણ ગરીબો અને ખેડૂતો માટે પણ કેટલીક જાહેરાતો કરવામાં આવી શકે
- વધુ ઉદાર એમએસપી સ્કીમની જાહેરાત કરવામાં આવી શકે છે
- શૂન્ય ટકા વ્યાજદરની જાહેરાત પણ કરવામાં આવી શકે છે
- ખેડૂતો માટે પેકેજની જાહેરાત પણ કરવામાં આવી શકે છે
- પરોક્ષ કરવેરા સાથે સંબંધિત ટેક્સ દરખાસ્તો પણ આવી શકે છે
- કરદાતાઓ માટે અસરકારક અને આકર્ષક જાહેરાત થઇ શકે છે
- ૩.૫ લાખની ઉંચી ટેક્સ મુક્તિ અથવા તો મોટા સ્ટાન્ડર્ડ ડિડક્શનનો નિર્ણય લેવામાં આવી શકે છે
- બજેટમાં જુદા જુદા ક્ષેત્રો માટે વિવિધ પગલાની જાહેરાત કરવામાં આવી શકે છે
- મેક ઇન ઇન્ડિયાની ગતિ વધારવા માટે પગલા જાહેર થઇ શકે છે
- સિનિયર સિટિઝનો માટે મૂળભૂત મુક્તિ ૩.૫ લાખ કરવામાં આવી શકે છે
- કલમ ૮૦સીની મર્યાદામાં ૫૦૦૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવી શકે છે
- ડેબ્ટ અને હાઈબ્રીડ ફંડ પર ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સમાં ઘટાડો કરવામાં આવી શકે છે
- વચગાળાના બજેટમાં કેટલાક પગલાથી સરકાર તિજો રી પર બોજ વધશે