નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર વધુ એક જુની પરંપરા ખતમ કરવા જઇ રહી છે. હવે આર્થિક સર્વે રજૂ કરાશે નહી, સીધી રીતે બજેટ રજૂ કરવામાં આવનાર છે. આની તૈયારી કરી લેવામાં આવી છે. મોદી સરકાર સતત મોટા ફેરફાર કરી રહી છે. વર્ષ ૨૦૧૭માં રેલવે બજેટને અલગ રીતે રજૂ કરવા માટેની વર્ષો જુની પરંપરાનો અંત લાવવામાં આવ્યો હતો. હવે વધુ એક જુની પરંપરા ખતમ થવા જઇ રહી છે. સામાન્ય રીતે બજેટના એક દિવસ પહેલા આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે. જેમાં જુદી જુદી બાબતોનો સ્પષ્ટ પણે ઉલ્લેખ કરવામાં આવે છે. વિકાસનુ ચિત્ર આર્થિક સર્વે દર્શાવે છે.
આ વખતે આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે નહીં. નાણાં મંત્રાલયના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે કેન્દ્ર સરકાર નિર્ણય કરી ચુકી છે કે આર્થિક સર્વે રજૂ કરવામાં આવનાર નથી. બજેટ સત્ર ૩૧મી જાન્યુઆરીના દિવસે શરૂ કરવામાં આવનાર છે. આની પૂર્ણાહુતિ ૧૩મી ફેબ્રુઆરીના દિવસે થશે. પરંપરા કેટલીક રહેલી છે. જેના ભાગરૂપે બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરે છે. પરંપરા મુજબ બજેટ પહેલા આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે. જેમાં સરકાર તરફથી વિતેલા વર્ષોના નાણાંકીય અંદાજને રપજૂ કરવામાં આવે છે. સાથે સાથે આર્થિક અંદાજ મુકવામાં આવે છે. વર્ષ ૨૦૧૮માં આર્થિક સર્વે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં રજૂ કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા રહી હતી.
દર વર્ષે બજેટ પહેલા આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે. આમાં દેશના આર્થિક ચિત્રને રજૂ કરવામાં આવે છે. તેમાં મહેનત લાગે છે. આર્થિક સર્વે તૈયાર કરવામાં ખુબ મહેનત લાગી જાય છે. દેશના જીડીપી વૃદ્ધિ દર આના મુખ્ય આકર્ષણ તરીકે હોય છે. ગયા વર્ષે સાતથી ૭.૫ ટકાનો વિકાસ દરનો અંદાજ મુકવામાં આવ્યો હતો.