વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર એક પછી એક સફળતાની દિશામાં આગળ વધી રહી છે. આ વખતે બજેટ સત્ર પણ ઐતિહાસિક પુરવાર થયુ છે. આ બજેટ સત્રને તેની સફળતા માટે પણ હમેંશા યાદ કરવામાં આવશે. કારણ કે આ બજેટ સત્રમાં એવા બિલ પાસ કરવામાં આવ્યા છે જેની ગણતરી કોઇને પણ કરી ન હતી. ખાસ કરીને જમ્મુકાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબુદી આ જ બજેટ સત્રમાં કરવામાં આવી હતી. આ સંબંધમાં જમ્મુ કાશ્મીર ફેરરચના બિલ સંસદના બંને ગૃહોમાં પાસ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ત્રિપલ તલાક બિલ પણ પાસ કરવામાં આવ્યુ હતુ.
આ વખતે ૧૭મી જુનના દિવસે શરૂ થયેલા સત્ર દરમિયાન અનેક ઉપયોગી બિલ પાસ કરવામાં આવ્યા હતા. આ બજેટ સત્રને સમયના ઉપયોગ, શિસ્ત અને કાર્ય ઉત્પાદકતાના માટે બજેટ સત્રને યાદ કરવામાં આવનાર છે. સંસદની વાત સામાન્ય રીતે આવે ત્યારે ધાંધલ ધમાલ, હોબાળા અને વાદ વિવાદની ચર્ચા થાય છે. કામમાં અડચણો ઉભી કરવા અને ધાંધલ ધમાલ કરવા માટે સંસદની ચર્ચા સામાન્ય લોકોમાં રહે છે. જો કે હવે સ્થિતી બદલાઇ રહી છે. હવે સંસદના સત્ર દરમિયાન ઉપયોગી કામ થઇ રહ્યા છે. લોકહિતમાં ફેસલા થઇ રહ્યા છે. ઐતિહાસિક અને સાહસી નિર્ણંયો અમલી પણ કરવામાં આવી રહ્યા છે. હજુ સુધી રાજકીય પક્ષો પોતાની સિદ્ધી આ બાબતને જ ગણતા રહ્યા છે કે તેમની પાર્ટીએ કેટલી વખત સંસદની કામગીરીને ઠપ કરી હતી. ક્યાં મુદ્દાને લઇને અધ્યક્ષની ખુરશી સુધી ગયા હતા તેવી ચર્ચા હજુ સુધી રહેતી હતી. જો કે મોદી શાસન આવ્યા બાદ આ પ્રકારની સ્થિતી અને ઇતિહાસમાં ફેરફાર સ્પષ્ટપણે જાઇ શકાય છે. લોકસભા ચૂંટણી બાદ હાલમાં સંસદનુ પ્રથમ સત્ર યોજવામાં આવ્યુ હતુ. આ સત્ર દરમિાન દેશના સંસદીય ઇતિહાસમાં કેટલાક નવા રેકોર્ડ સર્જાઇ ગયા હતા. આ સત્રને પોતાના કામ, શિસ્ત અને નવી કાર્યપદ્ધિતી માટે ઓળખવામાં આવનાર છે. આ નવી કાર્યપદ્ધિતીમાં સરકારની કટિબદ્ધતાનુ પણ મોટુ યોગદાન રહ્યુ છે.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની કુશળતા પણ સાબિત થઇ ગઇ છે. પૂર્ણ તટસ્થતા, કઠોર શિસ્ત અને વધારે પ્રમાણમાં સહકારની તેમની રણનિતીના કારણે બિરલાની પણ ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. લોકસભા અધ્યક્ષ બિરલાની શિસ્તને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ પ્રભાવિત રહ્યા છે. નવા અધ્યક્ષ બિરલા માત્ર પ્રશ્ન કલાક અથવા તો મહત્વપૂર્ણ બિલના સમય જ નહીં બલ્કે મોટા ભાગના સમય પર સંસદની કામગીરી સંભાળતા નજરે પડ્યા હતા. વિપક્ષની સાથે સાથે સત્તા પક્ષના સભ્યોને પણ ફટકાર લગાવતા તેઓએ વિલંબ કર્યો ન હતો. કામને પૂર્ણ કરાવી લેવાની તેમના અંદર એક ઉત્સુકતા દેખાઇ હતી. ભોજન અવકાશ અને દિવસ પૂર્ણ કરવા માટેનો સમય હોય તો પણ કામના સમય તેને લંબાવી દેતા તેઓ નજરે પડ્યા હતા.
સંસદના કામ દરમિયાન તેઓએ હિન્દી ભાષાને પ્રાથમિકતા આપી હતી. સંસદને પેપરલેસ અથવા તો કાગળ વિનાના બનાવી દેવા માટેની પહેલ પણ તેઓ કરી રહ્યા છે. સંસદના ઇતિહાસમાં ૧૯૫૨થી હજુ સુધી આ પ્રથમ વખત બન્યુ છે જ્યારે એક સત્રમાં કુલ ૩૬ બિલ પાસ કરવામાં આવ્યા છે. ખાસ બાબત એ રહી છે કે તેમાંથી મોટા ભાગના બિલ ખુબ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક બિલ રહ્યા છે. વર્તમાન સત્રમાં આંકડા પર નજર કરવામાં આવે તો ૧૭મી જુનના દિવસે સત્રની શરૂઆત થયા બાદ ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં આની પૂર્ણાહુતિ થઇ હતી. આ સત્રમાં કુલ ૩૭ બેઠકો થઇ હતી. જે ૨૭૭ કલાક અને ૨૮ મિનિટ સુધી ચાલી હતી. સત્રની ઉત્પાદકતા ૧૨૫ ટકા સુધીની રહી હતી. સંસદના સભ્યોએ જુદા જુદા પ્રસંગો પર ૭૦ કલાક ૪૨ મિનિટ સુધી બેસીને કામ કર્યુ હતુ.
૧૭૧૯ પત્ર રજૂ કરવામાં આવ્યાહતા. ૪૮૮ જુદા જુદા મામલા ઉઠાવાયા હતા. નિયમ ૩૭૭ હેઠળ આ મુદ્દા ઉઠાવાયા હતા. ૧૩ કલાક ૪૭ મિનિટ ચર્ચા હતી. રાષ્ટ્રપતિના ભાષણ પર આ ચર્ચા ચાલી હતી.